Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 237
________________ રર૦ બોલતા અને આચરતા વિચાર કરે; તેટલો વિચાર રાજ્યના મહાનમાં મહાન ગણાતા રાજ્ય-નેતાઓમાં નથી : ધનસંપન્ન અને બુદ્ધિસંપન્ન ગણાતા લોકો તે માનવતાથી પરવારી ગયા હોય તેવી રીતે મોટા ભાગે વર્તે છે. બીજી તરફ ધર્મશાળા, ગૌશાળા, મંદિર, ગામડાં કે આદિવાસીએમાં પણ શહેરીના સંસર્ગના કારણે ઘણું દે પેઠા છે. આથી પૂ. ગુરુદેવે સવારે કહ્યું તેમ ભાતસમાજે શહેરમાં રચીને કૌટુંબિક ભાવનાની વૃદ્ધિ કરી ભારતીય સંસ્કૃતિને ફેલાવવી જોઈશે. હમણું જે વિકૃતિ દેખાય છે તે ઉપરછલી છે. ગાંધી વિચાર વડે ખેડાણ તો થયું છે-હવે અનુબંધ વિચારધારાને પ્રચાર વિશ્વમાં કરવાની જરૂર છે. ગામડાં અગે શહેરવાળાઓને સૂગ છે. પણ તેમાં ત્યાંની અજ્ઞાનતા છે. હમણાં અપ્પા સાહેબ પટવર્ધને કહ્યું છે તેમ ગામડાંમાં ચોમેર મળનાં ધામ નજરે પડશે, સભામાં આવે ત્યારે યૂકવું કયાં ? લીટ કયાં કાઢવી? કચરે ક્યાં નાખવો? એટલીયે ખબર નથી રાખતા. એટલે પિતાની આસપાસ ગંદકી કરતા હોય છે અને પાડેશીને તેવી ગંદકી ભોગ જાતે બનાવી દે છે. રોજના ચાલવાના રસ્તા પણ મળમૂત્રથી ગદા કરી બિમારી અને દુર્ગધની નરકમાં નાહક સબડે છે. ભાષામાં પણ ગામડે તળપદી તેછડી ભાષાને પ્રગ કરે છે. આના ઉપરથી તે પ્રથમ દષ્ટિએ ગામડાં પ્રત્યે નફરત જ થાય. પણ પ્રેમ, સચ્ચાઈ, દગો કરવાને ડર, નિસર્ગ પરની જાણે અજાણે પણ અડગ શ્રદ્ધા, બીજા ખાતર ઘસાવાની વૃત્તિ વગેરે ગુણે પણ ત્યાં જ નજરે પડશે. આજના ભૌતિકવાદની અસર ત્યાં પણ થઈ છે છતાં ત્યાં શહેર જેટલી બિભત્સતા નજરે નથી પડતી. કોઈ બહેનની છેડતી કે વિભત્સ વર્તન કોઈ કરે તે ગામડાંના આગેવાને, તરત કંઈનું કઈ કરી નાખે. ભજન, કીર્તન તેમ જ સારા-નરસા પ્રસંગે ગામ જ પરસ્પર એકમેકને ચાહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244