Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 239
________________ ૨૨૨ દબાણથી પડદો-લાજ છોડી ન શકે. (૨) કુટુંબીઓ અને ગ્રામલોકો મેણું ટોણું મારે અવિશ્વાસથી જુએ વગેરે થાય, ત્યારે કાર્યકર પિતાને આગ્રહ લાદી ન શકે; અને (૩) જે લાદવા જાય તે સ્ત્રી–સન્માનને હાનિ પહોંચે–અહિંસાને હાનિ પહોંચે અને જે લાજ ચાલુ જ રહે તે સ્ત્રી-પુરૂષને સામાજિક કામોમાં પરસ્પર પૂરક થવામાં ક્ષતિ થાય ! આવે વખતે ખરેખર મુંઝવણ થતી હોય છે. આ ઉપરાંત બીજા બે આગ્રહે છે તે કાર્યકરોએ રાખવા જરૂરી છે – (૧) અસ્પૃશ્યતા નિવારણ માનવ માનવ વચ્ચે ભેદની દિવાલ નહીં રાખવી. (૨) ખાદી ગ્રામોદ્યોગને આગ્રહ આમાં પણ પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ થવાની શક્યતા છે તે ત્યાં શું કરવું એ સવાલ નડે છે ?” આ અંગે શિબિરાર્થીઓમાં ખૂબ ચર્ચા ચાલી અને અંતે પુ. સંતબાલજીએ સંશોધન મૂક્યું તેને સાર નીચે પ્રમાણે છે – કાર્યકરોને માર્ગદર્શન: પૂ. સંતબાલજી : “આપણું પ્રેમને લઈને આપણે નજીકનાં એટલે પત્ની-પાત્ર ઉપર નૈતિક દબાણ કરીએ તે તે ક્ષમ્ય છે. દા. ત. અસ્પૃશ્યોની માફક થોડાક દિવસ ઘરમાં રહીએ તે નૈતિક દબાણ હિંસક નહીં થાય; અને પત્નીને આજે નહીં તે થોડા દિવસો બાદ વાત ગળે ઊતરશે ખરી. ખાદીમાં પણ ઝીણી, રંગીન વગેરે જાતે આવતી હોઈને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244