Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૮ સત્ય અને પ્રમાણિક જીવન વહેવાર :
આ વિષય અંગે વિશેષ ચર્ચા કરવાની રહેતી નથી. આ બંનેને ઉકેલ નૈતિક લોકસંગઠનો દ્વારાજ થઈ શકે છે. આજે ઈન્દુક સાથે કેટલાક રાષ્ટ્રોના મજૂરોનાં સંગઠનનું જોડાણ છે. ખેડૂતોના પણ દેશ-પરદેશના સંગઠને છે. પણ તેમની દષ્ટિ સ્પષ્ટ અને નૈતિક નથી; તેમજ એ બધાનું સંકલન નથી. અમેરિકામાં ખેડૂતોનું સંગઠન ખરૂં. તેઓ દાન-દયામાં માને છે પણ કેવળ રાષ્ટ્રની દષ્ટિએજ ચાલે છે. આપણે ત્યાં ખેડૂત મંડળો છે તેમણે નૈતિક દષ્ટિએ એક થવું જોઈએ. તો પછી વિદેશના ખેડૂત મંડળો સાથે જોડાણ કરવું સહેલું પડે.
સાવરકુંડલામાં સેલ્સટેક્ષ, ઈન્કમટેક્ષ અંગે રાજ્યની રંજાડ અંગે ફરિયાદ કરતા વેપારીઓ મારી પાસે આવ્યા. મેં તેમને કહ્યું: મારા અનુભવ પ્રમાણે તમે સંગઠન કરે, બંધારણ ઘડો, નૈતિક નિયમો બાંધે એના ઉપર મક્કમ રહો અને નકકી કરે કે પિતાની આવકમાંથી સ્વેચ્છાએ રાજ્યને આટલા આપીશું તો સરકારને વિશ્વાસ બેસશે. પછી જે રંજાડ થાય તે તમે અહિંસક લડત ચલાવી શકો. તેમાં ખેડૂત મંડળ તમને ટેકે આપણે પણ તેઓ સંગઠિત ન થઈ શક્યા.
આજે એકલ દોકલ માણસને નીતિ અને પ્રમાણિકતા ઉપર ટકવું બહુ મુશ્કેલ થઈ પડ્યું છે. એટલે જ શહેરમાં માતસમાજે અને પછાતવર્ગનાં-મધ્યમવર્ગના, મજૂરોના–નૈતિક સંગઠને તેમજ ગામડાંમાં ખેડૂત-ગોપાલક-મજુર સંગઠન ઊભાં કરવાનું કહીએ છીએ. જે એ થઈ જાય તે સંસ્કૃતિના આ ચારે ગુણોનું સંકલન થઈ શકે.
ચારે બાજુ હિંસા તેમજ કુશીલના વાતાવરણ વચ્ચે આજે ગામડામાં અહિંસા અને શીલના ગુણે ઉપર ઘણા માનવરો ટકી હ્યાં છે, એ મોટી આશા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com