Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૯૮
કહેવા એ બરાબર નથી. વૈદિક ધર્મમાં યોગની ભૂમિકા રાખવામાં આવી છે. જૈન ધર્મમાં સાધનાના ૧૪ ગુણસ્થાનક કહ્યાં છે. ચૈતન્યની દ્રષ્ટિએ એકત્વ હોવા છતાં વહેવારની દષ્ટિએ અલગતા છે જ, છતાં બધાને અવિવેકથી એકસરખા કહેવા; કે જુદા જુદા ગણાવવાની માથાકુટમાં ન પડવું, એ પણ અધિકાર–અચણ છે.
અધિકારી પુરુષ કે સંત કદિ જવાબદારીથી ભાગે નહીં. મહાત્મા ગાંધીજી રાજકારણના ગંદવાડથી ભાગ્યા નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું જ્યાં ગંદવાડ વધારે ત્યાં જ સફાઈ કરનારનું કામ હોય છે. આધ્યાત્મિક પુરુષ સિવાય કોણ ત્યાં સફાઈ કરશે?” એવી જ રીતે સમાજશુદ્ધિનું કાર્ય સાધુઓનું છે. જે તેઓ એ ન કરે તે પછી લોકસેવકોએ કરવાનું રહ્યું, લોકસેવકો પણ ન કરે તે જનસંગઠને એ કરવું જોઈએ. અને તે પણ ન કરે તે રાજ્યસંગઠને કરવું રહ્યું. સમાજ શુદ્ધિનું કાર્ય શરૂઆતના ત્રણ ચૂક્યા તેથી રાજય ઉપર આવી પડ્યું. સાધુઓ બેદરકાર રહ્યા. તેમણે એને સંસારનું કાર્ય માની લીધું. લોકસેવકો–બ્રાહ્મણોએ પિતાનું કાર્ય લોટ માગવાનું, આશીર્વાદ આપવાનું કે લગ્ન જેવા પ્રસગમાં મચાર કરીને પૈસા ભેગા કરવાનું માન્યું. એટલે કોઈ શુદ્ધિનું કામ ન કરી શકયું.
ત્યારે, ગાંધીજીએ નવા બ્રાહ્મણો પેદા કર્યા. પ્રાયોગિસંધ પણ નવાયુગના બ્રાહ્મણો–લેકસેવકોની સંસ્થા છે. ક્ષત્રિય સંસ્થાસમી કોંગ્રેસ ઉપર પ્રજાના નૈતિક સંગઠને ઊભાં કરીને તેમનાં વડે અંકુશ રાખવાનું કામ આ નવા બ્રાહ્મણે રચનાત્મક કાર્યકરનું છે. ગાંધીજીને નવા પાહાણે, નવા ઋષિ અને નવા વૈશ્ય (લોકસંગને) ઊભા કરવા પડયાં, તેનું કારણ તપાસતાં જણાશે કે સાધુ-સન્યાસીઓ, બ્રાહણે, ક્ષત્રિઓ અને મહાજને સવે પિતાનું કર્તવ્ય-અધિકાર ચૂકી ગયા હતા. એટલે કે અધિકાર–અચેષ્ટા કરવા લાગ્યા. આમ અધિકાર–અચેષ્ટાથી ઘણું કામ વધી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com