Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭.
કહેવાને હક છે; એટલે જ “ગે લિંગપય”—લિમને (વે) લેકમાં ઓળખવાનું સાધન ગણવામાં આવ્યું છે. તેમ જ એ પણ જોવામાં આવે છે કે સાધુઓના કહેવાની અસર પણ પડે છે. તે છતાંય સમાજમાં અનિષ્ટો પેસી ગયાં હોય ત્યાં તેને દૂર કરવાનું કામ અમારું નથી; એમ પ્રાણી માત્રના પીહર અને માબાપનું બિરૂદ ધરાવનાર સાધુએ કહે તો તે અધિકાર–અચેષ્ટા જ ગણાશે.
ભગવાન મહાવીરે એટલા માટે જ ગૌતમ સ્વામીને કહ્યું – समय गोयम ! मा पमायए.
તમારી જવાબદારી બજાવવામાં ક્ષણ માત્રને પ્રમાદ ન કરે ! જ્યાં બગાડ થાય, ત્યાં સુધારવાનું, જ્યાં અનુબંધ બગડે ત્યાં તેને સુધારવાનું; તેમ જ રસ્તે ભટકતા, સંસારમાં આથડતા જીવને મેસે પહોંચાડવાનું કામ સાધુઓનું છે. એવા સમયે કેવળ એમ કહેવું કે : “અમારૂં તે કામ ઉપદેશ આપવાનું છે.” તો તે અધિકાર હોવા છતાં અકર્મયતા (અધિકાર અચેષ્ટા) ગણાશે.
ભગવાન મહાવીરે સંયમ લીધા, ઠેર ઠેર, ફર્યા તે શા માટે? તેમણે એમ ન કહ્યું કે જગતનું થાય તે થવા દે ! ત્યારે તેમના જ અનુયાયી સાધુએ પિતાને એ અધિકાર કેવળ ઉપદેશ આપવામાં વટલાવી નાખે તો અધિકાર-અચેષ્ટા જ ગણાશે.
શ્રી સંત વિનેબાજી સંસ્થામાં (સંગઠન રચવામાં) માનતા થયા છે; ગુણવાળી સંસ્થાને રાખવી, પણ ઘડતર કરવાનું કામ મારૂં નથી; તે સમાજ જ કરશે અને તેથી પરિસ્થિતિ પરિવર્તન પેદા થશે, એમ માને છે. પણ તે ઘડતર વગર કઈ રીતે થશે? આ તે વિદુરજીની જેમ અધિકાર અને જવાબદારીથી ભાગવાનું છે અને તેને અધિકારઅખા ગણવી પડશે.
ઘણા લોકો વિવેકબુદ્ધિ હેવા છતાં વિવેક વાપરતા નથી અને બધાને સરખા માને છે. બધી સંસ્થાઓ, વ્યક્તિઓને સરખા માનવા કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com