Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૮
સંપ્રદાયન્તર કરાવવા સુધી સીમિત છે. ત્યારે ગાંધીજીનો પ્રેમ નિઃસ્વાર્થ અને અસીમ હતો. તે માટે તેમણે સંયમને પાયો મજબૂત રાખે હતા અને અહિંસાના સામુદાયિક પ્રયોગ વડે તેને વ્યાપક કરવા પ્રયત્ન કર્યો હતો. એટલે મિસ સ્લેડ ગાંધીજીના અસીમ પ્રેમને અપનાવવા ભારત આવ્યા. ગાંધીજીની સલાહથી તેમણે પિતાનું ભારતીય નામ મીરાંબહેન” ધારણ કર્યું. ગાંધીજીએ તેમને કહ્યું કે તમારા દેશની અને અહીંની સંસ્કૃતિ વચ્ચે તમારે તાળો મેળવવો પડશે અને સ્ત્રી-કાર્યકર્તા તરીકે તમારે સંયમની વધારે પ્રતીતિ આપવી પડશે. તેમના વાળ પણ તેમણે ઉતરાવ્યા. મીરાંબાઈ ખાદીને જોડે ખરબચડો પિશાક અને સાડી પહેરવા લાગ્યાં. તેમનું પડછંદ તેમજ કોમળ શરીર વગેરે જોતાં, તેમણે ગાંધીજીના પૂરક તરીકે કામ કર્યું.
એ બાઈની જે માહિતી મળી છે તે ઉપરથી વિચારતાં મને લાગે છે કે એ બહેને બહુ મોટો ત્યાગ કર્યો છે. એક અર્થમાં તો આ વાત નવીજ લાગે છે. ક્યાં અમેરિકાની છૂટ-છાટ અને સ્વતંત્ર વ્યક્તિત્વમાં ઉછરેલી એ બાઈ અને કયાં આ સંયમનાં પાઠને સ્વીકાર!
આ ઉપરથી આપણને આશા બંધાય છે ખરી કે વિશ્વમાંથી વેરવિખેર પડેલાં આવાં નારી રત્ન મળી શકશે ખરાં. પ્રાથાત્ય જગતમાં ભૌતિક–૩૫ સૌંદર્ય પૂજ્ય અને પ્રસાધનનું મહત્વ વધારે છે ત્યારે એ બાઈ ગાંધીજી પાસે આવીને ભૌતિક તને પડકારી શકે છે એ વધારે આશ્ચય જનક લાગે છે. એ બન્ને સંસ્કૃતિઓને મેળ જ કયાંથી હોય?
ગાંધીજી આગાખાન મહેલમાં નજરકેદ હતા તે વખતની તેમની ડાયરીનું એમનું લખાણ છે કે -
“હું ગાંધીજી પાસેથી આવી ત્યારથી મારે (નો) જન્મ થયો!
એક અમેરિકન બહેનને ભારતની સંસ્કૃતિમાં ઓગળી જઈને આટલી હદ સુધી ત્યાગ કરે એ આપણને પ્રેરણા આપે છે. અને લાગે છે કે એ બળને ભારતે ખાવું જોઈતું ન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com