Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦.
એવી દલીલ કરી. ત્યારે મેં કહ્યું: “સમાજનું ઘડતર કરવું હોય તે સંસ્થામાં પડ્યા સિવાય છૂટકો નથી ! આમ તો ગૃહસ્થજીવન પણ એક સંસ્થા છે. પતિ-પત્ની મિલનમાં મલિનતાનાં જોખમે છે, છતાં તેવાં મિલનથી જે સર્જન થાય છે તે કેટલું વિપુલ છે? આ વાતનો ઇન્કાર કર્યો; ચાલશે નહીં.”
તે આવાં છૂટાં છવાયાં નારી રને ઘણાં પડ્યાં છે, તે અમેરિકા, યુરોપ, જર્મની કે ગમે ત્યાંના હોઈ શકે. સિસ્ટર નિવેદિતા, એનીબેસેંટ, તેમજ અરવિંદાશ્રમના ફેંચબાઈ માતાજીનાં ઉદાહરણ આપી શકાય છે.
હમણું એક સ્વીડિશ દંપત્તિ ભારતમાં આવ્યા. તેમણે ઇચ્છા રાખી કે અમારે હિંદી બાળકો દત્તક લેવાં છે. તેમણે અમદાવાદના મહીપતરામ-રૂપરામ-અનાથાશ્રમમાંથી એક બાળક અને એક બાળકીને દત્તક તરીકે લીધાં.
આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે બહારના દેશમાં હિંદ વિષે ઘણેજ ઊંચે ખ્યાલ છે. પંડિત નહેરૂના પિતાનાં વ્યક્તિત્વના કારણે; ગાંધીજીના ઘડતરને લઈને તેમજ કોંગ્રેસના કારણે જેમ ભારતનું મહત્વ છે, તેમ ભારતીય સંસ્કૃતિનું પણ પિતાનું મહત્વ છે. ભારતનાં તટસ્થ અને સક્રિય રાજકારણને લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તેની ખ્યાતિ વધી છે. આજે જગતની નારીઓ અને કુટુંબ ભારતને ખૂબ ચાહે છે એનું કારણ એ છે કે ભારતનું ઘડતર કંઈક જુદી રીતે થયું છે. એમાં નારીપૂજા, (માતપૂજા) શીલનિષ્ઠા, સત્ય અને પ્રમાણિક જીવન વહેવારના ગુણે વણાયેલા છે. શું પ્રમાણિતા ભારતમાં ઓછી છે?
સ્થૂળ દષ્ટિએ જોતાં કોઈ એ પ્રશ્ન કરશે કે ભારતમાં આ ગુણો ઓછાં દેખાય છે. પ્રમાણિકતાને ગુણ જાપાનમાં અને યુરોપમાં વધારે દેખાય છે. ઈંગ્લાંડમાં પેપરવાળો એક ઠેકાણે ઢગલો કરીને ચાલ્યો જાય
છે. લોકે પેપરો (સમાચારપત્રો) ખરીદી લે છે અને તેના પૈસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com