Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૮૫
શ્રી. માટલિયાએ બધું છોડ્યું, પણ કુટુંબના સંબંધને ન છોડ્યા; સુખદુઃખ આવે તો મદદગાર થાય, આર્થિક રીતે, શારીરિક રીતે, વિચારની રીતે કઈ રીતે પૂરક બનું એ તેમની દષ્ટિ છે. આ તે નાને દાખલ છે. પણ, તવ એ છે કે કુટુંબને કેમ ઉપયોગી થઈએ તે જોવાનું છે. ગાંધીજીએ મોઢ જ્ઞાતિ સાથેનો સંબંધ ઓછો રાખ્યો, પરિણામે એ જ્ઞાતિને લાભ તેમને ન મળે એમ લાગે છે.
સંસ્થાગત રીતે તાદામ્ય અને તાટસ્થ કેવી રીતે અને કેટલું કેળવવું તે વિચારવાનું છે અને અનુબંધ વિચારને કાર્યક્રમ ચાલે છે તે એમાં જ્ઞાતિઓનું જોડાણ શી રીતે થાય તે જોઈએ.
ભાલ નળકાંઠામાં ગયા. ત્યાં . કેળ, હરિજન, પછાતવર્ગનાં સંગને હતાં. તેમનાં સારા તત્તને સમાજના હિત ખાતર ઉપયોગ કરી લીધું અને સંકુચિતતા હતી તે ભાવ છોડી દીધું. આ પછાતવર્ગોમાં દેષો ઓછા છે. અને ગુણો વધારે છે. ત્યારે કહેવાતા ઉજળા વર્ગમાં દેષો વધારે અને ગુણે ઓછા છે. કોઈને જમીન ન હોય અને તેમને કહીએ તો રોટલાનું સાધન કરી આપે. એટલે જ્ઞાતિવાદના જમણે વિ. માં ભાગ ન લેવો છતાં જરૂર પડતાં ઉપયોગી થાઓ અને સંબંધ તોડે નહીં એમાં જ્ઞાતિસંસ્થા સાથે તાદામ્ય અને તાટસ્થ બંને આવી જાય છે. દરેક જ્ઞાતિની જે વિશેષતા હોય તે મૂળતત્વને જેવું.
અમારા ગુરુ પૂજ્ય નાનચન્દ્રજી મહારાજ ઘણી વાર કહે છે કે વાણિયામાં ઘણી જાત છે. તેમાં વીસા જાત સૌથી પાકી છે; ઊંડી છે. ઠરેલ સ્વભાવ અને ધીર ગંભીર હાઇને પૈસે કમાય પણ જરાયે અભિમાન ન આવે; આ સારા ગુણ છે. એવી જ રીતે મુસલમાનોને વ્યાજ ન લેવાને; ઈસાઈઓને ભાઈચારો તેમ જ પારસીઓનો ઉધમ. આ બધા ગુણે તેમણે લેવા જેવા છે. જ્યારે પરંપરાગત નકામી રૂઢિઓ પ્રતિ ઉપેક્ષા રાખી શકાય છે.
ઘણી જ્ઞાતિ સંસ્થાઓ ધર્મસંપ્રદાયના આધારે છે તેમાં તાદામ અને તાટસ્થ કેવી રીતે રહે તે જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com