Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૮
વિચાર થશે. એટલે જ હિંદ બહારના જે જે મુસાફરે આવ્યા, ફાહિયાન, હ્યુએન સાંગ વ. તેમણે અહીંનું વર્ણન કરતાં લખ્યું કે “અમે ક્યાંય બારણે તાળાં વાસેલાં ન જોયાં. એ જમાનામાં કેટલા પ્રામાણિક વહેવાર હશે કે લોકોને ચેરી કરવાની ફરજ ન પડે તેવી ભૂમિકા ત્યાં હતી.
૩. ઇમાનદારી :
આપણે ત્યાં જ્યારે કોઈ વસ્તુને વિચાર થાય છે ત્યારે “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાથી તે થાય છે. પણ ઈગ્લાંડ વ. પાશ્ચાત્ય દેશોમાં જો કે તેમણે સામ્રાજ્યવાદના નામે વધારે શેષણ કર્યું હશે. તે છતાં નાગરિકતા અને ઈમાનદારીની ભાવના વધારે જોવા મળશે. લંડન વગેરે શહેરમાં એક ઠેકાણે છાપાંને ઢગલો હોય અને બાજુમાં કેશબેકસ હોય છે. જેને જોઈએ તે છાપું લે અને પૈસા પેટીમાં નાખે ! કોઈ હાજર ના રહે છતાં એક પાઈ તૂટે નહીં. આવી ઇમાનદારી એ પ્રામાણિક જીવનવહેવારમાં અતિ આવશ્યક છે. ૪. બીનહનું ન લેવું :
આવી ઈમાનદારી પ્રગટાવવા માટે એ જરૂરી છે કે કઈ પણ બિનહકકનું ન લે ! આજે લાંચ-રૂશ્વતથી લઈને બે-ભેટ વગેરે રૂપે વગર હક્કનું લેવાનું નિયમન વધી ગયું છે. પરિણામે હવે કામ કામ માટે થતું નથી પણ દામ માટે થાય છે એ કાળ આવ્યા છે.
ત્યારે આવા સમયમાં પ્રેરણા આપે એવા રામ-યુગના બે ત્રણ પ્રસંગે છે. પહેલે પ્રસંગ છે રામનાં લગ્ન વખતને લગ્નની ખુશાલીનાં સમાચાર દશરથ મહારાજાને પહોંચાડવા બે તો મિથિલાથી આવે છે. દશરથ વાત સાંભળીને આનંદ પામે છે અને આખી સભામાં પણ આનંદ છવાઈ જાય છે.
એટલે દશરથ રાજા તેમને ભેટ આપે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com