Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૬૫
નીલે કહ્યું મા
મારે છે અને સાથી કાઈ ગઈ છે
આવો જ એક બીજો કિસ્સો રબારી કોમને છે. તેમાં પણ દીકરાના ગુનાને એકરાર બાપે કરી. તેને સજા અપાવી હતી. સંસ્કૃતિની સાચવણું આવા સાચા વર્ગોથી થઈ શકે છે.
એ સંસ્કૃતિનો પ્રભાવ હતો કે તેણે પિલા કેળી-રબારી પાસે સત્યને આગ્રહ રખા ! એજ સંસ્કૃતિ માણસને વિનમ્ર પણ બનાવે છે. વડીલોને વંદન કરવાનું પણ એટલા માટે જ કહેવામાં આવે છે.
શ્રીમદ્દજી કહે છે – अधमाधम अधिको पतित सकल जगतमां हुंय, ए निश्चय आव्या विना साधन करशे शुंय ?
જ્યાં લગી માણસ નમ્ર નહીં બને અને સાવ નાનામાં નાના માણસનું નહીં માને ત્યાં સુધી તે ઉચે ચઢી શકશે નહીં ! લઘુતામાં પ્રભુતા વસે છે. એટલે કહ્યું મતદેવો ભવ–માતાને નમસ્કાર કરે ! પણ મા એમ વિચારે કે બાળકથી હુંજ મોટી છું અને મને લડવાને અધિકાર છે તે તે ખોટું છે! આજે તે ફરજ બને બાજુથી ચૂકાઈ ગઈ છે. કેટલીકવાર માતા કરતાં પિતા આગળ હોય છે, કેટલીકવાર માતા આગળ હોય છે ! કેટલીકવાર બાળક આગળ હોય છે. કેટલીકવાર ગુરુ કરતાં શિષ્ય પણ આગળ હોય છે. એટલે દરેકે દરેકનું માન જાળવવું જોઈએ.
એકવાર ગૌતમસ્વામી તાપસ પાસે જાય છે. તાપસ બહુ કઠેર સાધના કરતા હતા. પણ જ્ઞાન મળતું નહતું. ગેમને જોઈને તેમને આકર્ષણ થાય છે. તેમના પ્રભાવથી તાપસને ખૂટતું મળી જાય છે એટલે તેઓ ગૌતમસ્વામીના શિષ્યો થાય છે. એટલે કે જૈન સાધુ બની જાય છે. તેમાંથી એક તાપસને કેવળજ્ઞાન થાય છે પણ તે ગૌતમસ્વામીને વાંદવાનું ચાલુ રાખે છે.
એક વખત બધા ભગવાન મહાવીરના સમવસરણમાં જાય છે, અને એણવાર બેસે છે. તાપસને કેવળજ્ઞાન થયું હોઈને તેઓ કેવળજ્ઞાનીની હરોળમાં બેસી ગયા. બીજા અન્ય જગ્યાએ. ગુરુ તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com