Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૩
છે. ઉજળિયાત વર્ગનાં દૂષણે તેમનામાં પિઠાં છે. એટલે અત્યારે સર્વવ્યાપી સંસ્કૃતિને રાગ જગાડવાનો છે. આક્રમણ પ્રસંગે કુનેહ :
ઘણુવાર સંઘર્ષ કે આક્રમણના પ્રસંગમાં સાચા સેવકો કુનેહથી કામ લે છે અને હિંસાને થતી અટકાવે છે. આવો એક પ્રસંગ ઉદયપુરના નગરશેઠ ચંપાલાલજી જૈનને છે.
ઉદયપુરમાં રાણું સ્વરૂપસિંહજી રાજ્ય કરતા હતા. તે વખતે એક વાંધો પડ્યો. હરિજન લોકો કામ કરતા હતા તેમને જોઈએ તેટલું મહેનતાણું મળતું ન હતું! શું કરવું ? માણસ અન્યાય સહન કરે કાં આપધાત કરે! એ હરિજનોને ખ્યાલ આવ્યો કે નગરશેઠ ચંપાલાલજીએ રાજ્યની જાગીર પણ નથી લીધી એટલે તેઓ નિપક્ષ અને મધ્યસ્થ છે. તેઓ માનતા કે મારે કોઈની અસર નીચે ન રહેવું હોય તે મારે કોઈનું લેવું નહિ. એટલે હરિજને તેમની પાસે ગયા.
ચંપાલાલાજીએ કહ્યું : “રાજ્ય માને તેમ નથી; ઉચ્ચ વર્ણના લોકો સહકાર આપે તેમ નથી. ઊલટું કહેશે કે તમને ચઢાવી માર્યા છે. એટલે મને એક રસ્તો સૂઝે છે. તમે સંગઠિત થાવ! પ્રજા સાથે ઝઘડે નથી માટે ગામની સફાઈ કરે પણ રાજમહેલ ન વાળો ! મચક ન આપજે!”
હરિજનોએ તે પ્રમાણે કબૂલ કર્યું. એક દિવસ ગયો. મહેલને એક ન વળાય એટલે ઉહાપોહ થઈ ગયો. રાણા પાસે વાત ગઈ. તેમણે હુકમ કર્યો કે બધાને જેલમાં પૂરી દે ! કોઈકે સલાહ આપી કે એ તે અજજડ કોમ છે. નહીં માને તે શું કરવું? કોઈકે કહ્યું કે નગરશેઠ ચંપાલાલજીને બોલ તેઓ રસ્તો કાઢશે.
ચંપાલાલજીને તેડું ગયું. તેઓ દરબારમાં આવ્યા. રાણાએ કહ્યું : “હરિજને માનતા નથી. રસ્તો કાઢે! તેમણે સંગઠન કર્યું છે. ડરતા પણ નથી!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com