Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
નથી. તે વખતે તેમની માતા કહે છે: “બેટા શું વિચારે છે ? આપણે શા માટે જીવીએ છીએ? જે ચિતોડને જીવતો રાખવો હોય, સંસ્કૃતિની રક્ષા કરવી હોય તે આપણે આશ્રય આપ જોઈએ !”
માતા કહે છે છતાં આશા શાહ સ્વીકાર કરી શક્તો નથી. તે કહે છે: “આપણું છોકરાં અને આપણું મિલકતને પણ વિચાર કરવા જોઈએ ને? આપણે કઈ વચન આપ્યું નથી કે આપણી એ અંગે કોઈ જવાબદારી નથી. નાહક તેને રાખી વનવીરના ગુસ્સાનું કારણ શા માટે થવું?
મા કડક થાય છે અને કહે છે: “બેટા !” બેટી દલીલો ન કરા તારે ધર્મ સંભાળ !” એટલે આશા શાહ છોકરાને પાળે છે. આ ઉદયસિંહ ઉપરથી ઉદયપુર નામ પડ્યું. આવી હતી આશાશાહની ધર્મ પાળક વીરમાતા ! આને લીધે જ “માતૃદેવો ભવ” કહેવાય છે.
ધર્મ એ અતિ વ્યાપક વસ્તુ છે. માણસ વ્યક્તિગત ધર્મ પાળી શકે છે, પણ સામાજિક ધર્મ પાળી શકતો નથી. ધર્મ ધાર્મિક વગર ટો નથી; અને તે જ્યારે વિશાળ લોક–આચારનું રૂપ પકડે છે ત્યારે જ સંસ્કૃતિ બને છે. ભારતની સંસ્કૃતિના પાયામાં ધર્મ છે પણ બીજી સંસ્કૃતિના પાયામાં કાંતે અર્થ છે; કાં ભેગ છે; કાં સત્તા છે. એટલે તે માનવસમાજને માંઝનારી શક્તિ બની શકતી નથી. માતાઓ ઉપર સંસ્કૃતિનો માટે આધાર :
આજે મોટે ભાગે માતાઓ કેવળ એટલો જ વિચાર કરે છે કે હું અને મારું ઘર! પિતાના દાગીનાને વિચાર કરે કે બાળકોનો વિચાર કરે, કદાચ આગળ વધે તે કુટુંબને ખ્યાલ કરે. પણ ગાંધીજીએ ને યુગ સર્યો. પુત્ર ઉપર ગોળી છૂટે અને માતા ઊભી ઊભી જોયા કરે! જરા કે રૂંવાડું ન ફરકે !
અડાસ ગોળીબારમાં નાનાં નાનાં ભૂલકાં હેમાઈ ગયાં. એક બહેને જાણ્યું ત્યારે તેણે આનંદથી કહ્યું: “મારે ભાઈદેશ માટે કામ આવે !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com