Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૦
समा समेत राम अनुरागे,
दूत हिं देन निछाबनि लागे ! પણુ દૂતો લેતા નથી અને કહે છે –
कहि अनीति ते हिं मूदे हि काना,
घरमु समजी सबहीं सुख माना –બહુ ટુંકો અર્થ કરે છે કે અમે આ લેવાના અધિકારી નથી. એક દૂત જેવો માણસ પણ કેવી ઉચ્ચ ભાવના રાખે છે? આ પ્રસંગ આજના અમલદારોએ સમજવા જેવો છે.
(૨) બીજો પ્રસંગ છે ગુહરાજને. તે પોતાની હેડીમાં સીતા અને રામ-લક્ષ્મણને બેસાડીને સામે કિનારે ઊતારે છે. ત્યારે કોઈની મફત સેવા રામને લેવી ગમતી ન હોઈ તે સીતાને ઈશારે કરે છે ! કારણ કે તેમની પાસે તે કશું હોતું નથી ! સીતા ગુહને પિતાની વીંટી આપે છે, ત્યારે ગુહ બહુ જ માર્મિક શબ્દોમાં કહે છે –
नाथ आजु हम काहन पाबा,
मिटे दोष दुःख दारिद दावा ! –નાથ ! તમે તે જગતનું કલ્યાણ કરવા નીકળ્યા છે અને હું તમારી સાથે ઘરબાર છોડીને આવી શકું તેમ નથી, તે તમારી સેવાને આટલો પણ લહા મને મારા ધંધાના કારણે મળ્યો તે નાને સુને નથી. માણસ જાતિ કલ્યાણ ન કરે પણ કલ્યાણ કરનારની સાથે અનુસંધાન રાખીને તેને મદદ કરે તો તેને ધર્મને લાભ થાય ! તે આજે મારું દારિદ્રય મટી ગયું! મારી આ તુચ્છ સેવા માટે મને વળતર આપો તે મારા કાર્ય ઉપર પાણી ફેરવવા જેવું થાય ! બિનહકનું ના લેવા માટે ભારતીય સંસ્કૃતિનું આ સુંદર ઉદાહરણ છે. અહીં મારાથી આ લેવાય, આ ન લેવાય તે અંગે ઝીણવટથી વિચાર થતો હતો. ૫. વફાદારી:
પ્રામાણિક જીવન વહેવાર માટે ઈમાનદારી, બિનહકનું ન લેવું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com