Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૩
તેને માલ આપીશું. પણ મારી નગરીમાં કોઈ વગર ધંધાને કે બેકાર નહિ રહેવો જોઈએ. આવી કાળજી જુના વખતના વેપારીઓ રાખતા હતા. ત્યાં તે એવી રીતે વર્તે છે કે ત્યાંની પ્રજા તેમજ લોકોને એટલે બધે વિશ્વાસ સંપાદન કરી લે છે કે એક વેપારી તેની પ્રામાણિકતા અને વિશ્વાસ જોઈ પોતાની દીકરી તેને પરણાવે છે. આવી તેમની વફાદારી અને અન્ય તરફ ધ્યાન રાખવાની નીતિ હતી.
અગાઉ ભારતીય લોકો પરદેશ એટલા માટે ન જતા કે તેઓ માત્ર પૈસા કમાવી લાવે. પણ પરદેશ જતા હતા સંસ્કૃતિના પ્રચારપ્રસાર માટે અને વિકાસ માટે. સામાન્ય માણસને વહેવાર પ્રામાણિક જોઈએ તે કેટલું બધું ભાન થાય છે ! ૭. ગમે તેટલું જૂનું કર્જ ફેડવું
પણ, ધીમે ધીમે કાળ બદલાયે. બ્રિટીશ સલ્તનત આવી અને કાયદારાજ આવતું ગયું; તેમ ફેરફાર થતો ગયે. જો કે હજુ પણ આપણે માનીએ છીએ કે જીવન વહેવાર પ્રામાણિક નહીં રાખીએ તે દેશની સંસ્કૃતિ ચૂંથાઈ જશે. એટલે એનું વચન પાળી શકે તે માટે સામે જઈને મદદ કરવાની વાત હતી જૈથી દેવાળું કાઢવાની વાત તો કઈ જાણતું ન હતું. પણ આજે તે લેણિયાત તે ગમે તે ભેગે માગે. એટલે દેવાવાળાની શું સ્થિતિ ઊભી થાય! દેવાળાં વધારે ફૂંકાય છે અને વધારે દેવાળાં ફૂંકનાર શાહુકાર ગણાય છે.
અગાઉ એવું ન હતું. લોકો બીજાની મદદે જવામાં પિતાની ફરજ માનતા. છાની-છપની અને ગુપ્ત રીતે મદદ કરવામાં ધર્મ માનતા. પરિણામે કોઈ કરજદાર ન થતું. છતાં કોઈ થાય તો તેને ફેડવાનો પ્રયત્ન કરતો કે મરતી વખતે પિતાના સંતાનને તે કજ ફેડવા માટે કહીને મરતો. પ્રામાણિક જીવન વહેવાર માટે એ સૂત્ર ઘણું જરૂરી છે.
એક વખત હઝરત મહંમદ સાહેબ મરણપથારીએ પડયા હતા; અંતિમ પળે હતી. તે વખતે તેઓ કહે છે: “મારા ઉપર કોઈનું કરજ ન રહેવું જોઈએ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com