Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫ર
કારણ કે પિતાની ભૂમિકા, સ્વભાવ પ્રમાણે નક્કી કરેલ ધર્મ શ્રેયકર છે,
જ્યારે બીજાની ભૂમિકાને ધર્મ પિતાને માટે ભય ભરેલો છે. ૬. વેપારમાં બીજાનું ધ્યાન રાખવું
પ્રામાણિક જીવન વહેવારમાં જ્યાં આત્મધર્મ તરફ વફાદાર રહેવાનું જણાવ્યું છે ત્યાં વેપારમાં બીજાનું ધ્યાન રાખવું, એ પણ સૂચવ્યું છે.
શ્રીમદ્ રાજચંદ્ર ઝવેરાતને વેપાર કરતા હતા, તે સૌ જાણે છે. એકવાર એક ગ્રાહકે સોદો કર્યો. પછી ભાવ ઘટયા. તેને પચાસ હજારની ખેટ જાય તેવી સ્થિતિ ઊભી થઈ. શ્રીમદ્જીને થયું કે આ કયાંથી ભરશે ? એટલે તેના ઘરે ગયા.
પેલો માણસ ચમક અને સ્વસ્થ થઈ સામે ગયે. તેણે કહ્યું “પધારે! તમારી રકમ ચૂકવવાની ચિંતામાં છું ! ગમે તેમ કરીને બે દિવસમાં ભરી દઈશ”
શ્રીમદે કહ્યું કે પણું એજ ચિંતામાં છું! લાવે તે પેલી સાદા-ચિઠ્ઠી !” પેલાએ ચિઠ્ઠી આપી છે અને પિતાની પાસેની બને તેમણે ફાડી નાખી.
પેલો વેપારી જોઈ રહે. તે કહે કે “આપ આ શું કરે છે તે તેમણે કહ્યું કે “તમને ચિંતા થઈ એમ મને પણ થઈક આપણ બન્નેની ચિંતાનું કારણ તે આ સૌદા ચિઠ્ઠી જ છે ને ! એટલે મેં એ બન્નેને નાશ કર્યોઆ સટ્ટો છે એટલે જ આટલો બધે નફો નુકશાન થાય છે !”
જેટલા મહાપુરૂષો થયા છે તેમણે જીવન આખું બીજાના કલ્યાણની ચિંતામાં આપી દીધું છે. તેમને એ વારસો છે–સાંસ્કૃતિક વારસો છે. ભગવાન મહાવીરને શિષ્ય ચંપાનગરીને નિવાસી પાલિત શ્રાવક પિહંડનગરમાં વેપાર અર્થે જાય છે. તે વખતે તે એકલો જ નથી. આખી નગરીના લોકોને ચેતવે છે કે જેને વેપાર કરવા પરદેશ ચાલવું હોય તે
શીથી ચાલે. જેની પાસે પૈસા નથી તેને પૈસા આપીશું. માલ નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com