Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૮
સુંદર દાખલો આપું. એક લાકડા કાપનારી હરિજન-ડેસીએ કપડાં, સુંદર મજાનું કાપડ વગેરે લેવાની સાફ મનાઈ કરી અને કહ્યું : “આ ગાંડપણ આવી ગયું કે શું ? હરામનું આપણુથી લેવાય જ કેમ?”
દુર્ભાગ્ય એ છે કે આવા ભારતીય સંસ્કૃતિનાં ઉજજવલ પાત્રોને કોઈ સંકલિત કરતું નથી. બાપુ વખતે ત્યાગીઓની વણજાર નીકળી પડી હતી કારણ કે ત્યાગની પ્રતિષ્ઠા થયેલી. તેવી જ રીતે આજે પ્રામાણિક જીવન વહેવારની પ્રતિષ્ઠા માટે હાકલ પાડવી જોઈએ.
શ્રી. બળવંતભાઈ : નાનપણથી પ્રામાણિક જીવન વહેવાર એ સ્વભાવમાં હતા પણ જયારથી એની સમજણ પડી એ જીવનનું સૂત્ર બની ગયેલ છે. કાર્યકરોએ ભેટ ન લેવી જોઈએ એ ચલાલામાંથી શીખે. પૂ. મહારાજશ્રીએ કહ્યું તેમ આજે પ્રામાણિક જીવન વહેવારની ઘણું જરૂર છે કારણ કે લાંચ-રૂશ્વત ઉપરાંત બાણ – ભેટ - બક્ષિસ માગતા લોકોને સંકોચ થતો નથી.
શ્રી. પૂંજાભાઇ : “એક ભરવાડનો પ્રસંગ છે. તે બિચારો કદિ ભેળસેળ કરતો નહીં, પણ એક વેપારીએ તેને શીખવી દીધું. એક વાર એ ગાડીમાં બેઠે અને તેની આંખમાં કોલસાની કણી પડી. આંખ લાલ થઈ ગઈ અને દવા દારૂ કરાવતાં મોટા ખર્ચમાં ઊતરી ગયો. બાપડાએ આંખ સાઝી થતાં ભેળસેળ કરવાનું છેડી દીધું. આમ કેટલાંક સ્વાથ તો સામાન્ય લોકોને ખોટે ભાગે જતાં શીખવે છે.
અમદાવાદમાં એક ભિખારીને પ્રસંગ છે. તેને એક પાકીટ મળ્યું. તરત માલિકને પાછું આપવા ગયે. માલિકે ખુશ થઈને એક રૂપિયો ભેટ આપવા માંડ્યો. પેલા ભિખારીએ કહ્યું : “તમારૂં છે; તે તમને આયું. એમાં ઉપકાર નથી. મને આપવું હોય તે ભિખારી તરીકે પૈસે-બે પૈસા આપે !”
આમ પછાતવર્ગના લોકોમાં તેમજ ગામડામાં ભારતીય સંસ્કૃતિને સદગુણ પ્રામાણિક જીવન વહેવાર ખૂબ છે. અમુક વર્ગમાં ચોરીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com