Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭
તે પૂછે છે: “શરીર વજમય કેવી રીતે બને ?”
ધર્મરાજ કહે છે : “ તારી માતા ગાંધારી તારા આખા શરીર ઉપર દષ્ટિ ફેરવે તો તારું શરીર વજાંગ બની જાય.”
એને માટે મારી પાસે આખું અંગ ઉધાડું કરવું જોઈએ. આ કીમિયો મેળવીને દુર્યોધન બહુ ખુશી થતો થતે ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં તેને શ્રી કૃષ્ણ મળી ગયા. તેમણે પૂછવું– “કેમ દુર્યોધન આજે તને શું મળી ગયું ? તું બહુ જ વર્ષમાં દેખાય છે !” દુર્યોધન બોલ્યા
આજે મને યુધિષ્ઠિરભાઈ એ શત્રુથી અજેય રહેવાને કીમિયો આપી દીધું છે અને તેણે ઉપલી બધી વાત કરી. શ્રીકૃષ્ણ વિચાર્યું“એક તે આ દુર્જન વળી એને પિતાને અજેયતાને ઉપાય મળી ગયો તે એ અનર્થ કરી બેસશે. એટલે તેમણે દુર્યોધનને યુકિતથી કહ્યું—“ આ કીમિયે તે સારે છે, પણ તું આટલો મોટો, હવે માની આગળ નગ્ન થઈને જશે એ વાત મર્યાદા બહારની વાત છે, માટે તારા ગુપ્તાંગ ઉપર તે કમમાં કમ કચ્છ મારીને જજે. ત્યાં કોણુ શસ્ત્ર મારવાનું છે?” દુર્યોધનને ગળે આ વાત ઊતરી. તે ગાંધારી માતા પાસે કચ્છ મારીને જાય છે, અને પિતાના શરીર ઉપર દષ્ટિ ફેરવવાની વાત કરે છે. માતા ગાંધારી તેના શરીરે નજર ફેરવે છે. બીજુ બધું શરીર તો વમય બની ગયું. પણ કચ્છ મારેલો તેટલો ભાગ કાચો રહી ગયે. પરિણામે ભીમ સાથેના યુદ્ધમાં તેના શરીર ઉપર શસ્ત્રોની અસર નહોતી થતી. છેવટે શ્રીકૃષ્ણના ઈશારાથી ભીમે જગા અને ગુપ્તાંગના ભાગ ઉપર ગદા મારી અને દુર્યોધન ધરતીએ પિઢી ગયે.
આ વાત ઉપરથી તે સાર લેવાને છે કે બંને પક્ષ જ્યારે લડતા હતા તે વખતે પિતાને નુકસાન થાય તેવી વાત પણ યુધિષ્ઠિરે પિતાના દુશ્મનને જણાવી હતી. એ તેમના વિશ્વાસનીય વર્તનને પ્રભાવ હતો.
(૨) બીજો પ્રસંગ ગાંધીજીને આપી શકાય. ગાંધીજી કાળજી રાખતા કે દુશ્મન ભયમાં હોય ત્યારે તેને હેરાન ન કરવો. • કવીટ ઇડિયા ને ઠરાવ કર્યો ત્યારે સમજતા હતા કે સરકાર બેસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com