Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૬
(૭) પિતાનું કે વડીલેનું દેવું ફાટી ગયું હોય તે પણ ચૂકવવું (૮) કરકસરથી ચાલવું (૯) મફત ન લેવું
હવે આપણે દરેક સ્ત્ર પ્રમાણે ભારતીય સંસ્કૃતિના બધા યુગમાંથી દાખલાઓ લઈને વધારે વિચાર કરીએ. ૧. વચનની પ્રામાણિક્તા:
ભારતની સંસ્કૃતિમાં “પ્રાણ જાયે પણ વચન ન જાયે” એ સૂત્ર આપણને ઠેર ઠેર જોવા મળે છે. એ કેવળ ઉચ્ચ વર્ગનું જ સૂત્ર ન હતું પણ આર્થિક જીવનનો પણ એ મુદ્રાલેખ હતો. ગંધાશાહભેંસાશાહ નામના બે રાજસ્થાનના ભાઈઓ ગુજરાતમાં વેપાર માટે આવેલા પણ વેપારમાં પૈસા ખૂટી ગયા. અહીં તેમને કઈ ઓળખતું ન હતું એટલે તેમણે મૂછના બે વાળ લીધા અને શરાફને ત્યાં ગયા. તેમણે એ વાળ ગિરે રખાવીને બે લાખ રૂપિયા લીધા. શરાફે પણ આચા. રાજસ્થાન જઈને તેમણે પૈસા મોકલી એ વાળ છેડાવ્યા. જોવા જઈએ તે વાળની કોઈ કિંમત નહતી પણું શરાફને ખાત્રી હતી કે શાહુકારનું વચન ફરે જ નહીં. બન્નેને અરસપરસ વિશ્વાસ હતો. ૨. વિશ્વાસનીય વર્તાવ:
વચનની પ્રામાણિકતા માટે વિશ્વાસનીય વર્તાવ પણ હવે જરૂરી છે. આ અગે એટલું સ્પષ્ટ કહી શકાય કે દુશ્મન પણ વિશ્વાસ કરે એવી પિતાની છાપ ઉભી કરવી જોઈએ.
મહાભારતનો એક પ્રસંગ છે. દુર્યોધને જાણ્યું કે આ લશ્કરને મુખ્ય નાયક ભીમ છે તો ભીમ શી રીતે પડે તેની કળા જાણું લઈએ તે સારું ! એ માટે દુર્યોધન નક્કી કરે છે કે મારે યુધિષ્ઠિર પાસે જવું. તેને ખાત્રી હતી કે ધર્મરાજ સાચું જ બોલશે. એટલે જઈને એ અંગે પૂછે છે. ધર્મરાજ કહે : “ જે તારૂં શરીર વજનું થઈ જાય તે તું ભીમને મારી શકે !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com