Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૪
જોઈએ. આમ સાધ્ય, સાધન, સાધક, સંસ્થા અને સમાજ એ પંચ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ કે શુદ્ધિપંચક હોવું જોઈએ. સંસ્થાઓની શુદ્ધિનો આગ્રહ :
શ્રી. પૂજાભાઈ : “શ્રમજીવીઓ, ખેડૂત વગેરેના વ્યવસાય શુદ્ધ હોવા છતાં આજે તેમાં અશુદ્ધિ આવી ગઈ છે. પરિસ્થિતિના કારણે એમ થયું છે. પંચાયતમાં આજે કુંભાર જેવા પર કર નંખાય છે; પરિણામે તેમનું પૂરું થતું નથી એટલે શુદ્ધ એવા કુંભારના ધંધા કાં તો તૂટયા છે કે તે તેમાં અશુદ્ધિ ભળી છે એટલે તે આખી પરિસ્થિતિને ચકખી કરવી પડશે.
ભાલ નળકાંઠા પ્રયોગની આજ વિશેષતા છે. ત્યાંની સંસ્થાઓ શુદ્ધિને આગ્રહ જાગૃત રહીને રાખે છે. તેથી પાંચ પ્રકારની શુદ્ધિ રહે છે. અલબત કેટલાંક અશુદ્ધ તને ચોમેર સમાજમાં હેઈ તેની આડે આવે છે પણ તે શુદ્ધિ-પંચકની કસોટીમાં કસાતાં છેવટે પણ ફેંકાઈ ગયાં વગર રહેતાં નથી. કામ કઠણ છે પણ તેજ સાચું છે.
શ્રી. શ્રોફ : “જેને પાસે વહીવટની, તપની વગેરે ઘણું મોટી શક્તિઓ પડી છે. પણ જીવનવહેવાર અશુદ્ધ હોઈને તાળો મળતા નથી. શુદ્ધિપચકને તેઓ આગ્રહ રાખે કે આ વિચારધારા મુજબ જોડાઈ જાય તે ઘણું મોટું કામ થઈ જાય.
પૂ. નેમિમુનિ : “પૂ. મહારાજશ્રી સંતબાલજીએ સવારે કહ્યું છે તેમ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે “ન વ્યાજેન ચરે ધર્મ.” ભગવત સૂત્રમાં તો એટલી હદે કહ્યું છે કે ક્રોધ-લોભ વગેરે કષાયો સાથે જે પચ્ચખાણ (પ્રત્યાખ્યાન, ત્યાગ) થાય તે તે દુષ્પચ્ચખાણ છે. એટલેજ લાગે છે કે સાધન–શુદ્ધિને આગ્રહ જે નિસ્પૃહી અને સર્વાગી દષ્ટિવાળા સાધુ-સાધ્વીઓ રાખે તો જરૂર મહાન કાર્ય થાય અને થશે.”
શ્રી. દેવજીભાઈ: “આજે તે “છેતરાય નહીં” એ વાત ઉપર જેટલું જોર અપાય છે તેટલું અને તેથીયે વધુ વજન છેતરવું નહીં તે પર આપવાની જરૂર છે. જાગૃત રહીએ છતાં છેતરાઈ જઈએ તો વધે નહીં; પણ છેતરીએ તો નહીં જ, એવું બધાંયે મનમાં નકકી કરવું જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com