Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
[૮] ભારતીય સંસ્કૃતિમાં શીલ નિષ્ઠા
આપણે ભારતીય સંસ્કૃતિના આઠ અંગે પૈકી શીલ ઉપર વિચાર કરી રહ્યા છીએ. આ અગાઉ સંસ્કૃતિમાં શીલનું સ્થાન અને તેનાં વિવિધ પાસાંઓ ઉપર વિચાર થઈ ચૂક્યો છે. શીલનાં ત્રણ પાસાં, બ્રહ્મચર્ય, સદાચાર અને સામાજિક વિશ્વાસ, એ ભારતની સંસ્કૃતિમાં ઠેર ઠેર જોવા મળે છે. શીલ એ ભારતના લોકજીવનનું એક પવિત્ર કર્તવ્ય ગણાતું આવ્યું છે. એટલે કે એને પણ ધર્મ ગણવામાં આવ્યું છે. ધર્મ જ્યારે સંસ્કારનું રૂપ લે છે અને તે પણ સમાજમાં સહજ રૂપ લે ત્યારે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ શીલ વગર સંપૂર્ણ નહીં ગણાય અને સામાજિક વિશ્વાસ ન આવે તે શીલ સંપૂર્ણ ન બને. માણસ સામાજિક પ્રાણી છે એટલે સમાજનો જેટલા અંશે એના ઉપર વિશ્વાસ રહેશે તેટલું સુંદર કામ ચાલશે. આજે સમાજનો વિશ્વાસ જેને બીજા શબ્દોમાં શીલ-નિષ્ઠા પણ કહી શકીએ તે અંગે વિસ્તારથી દાખલા દલીલો સાથે વિચારણા કરશું.
સમાજના વિશ્વાસ માટે પ્રથમ તે જે કુંવારા સ્ત્રી-પુરુષ હેય તે તેમણે બ્રહ્મચર્ય પાળીને સમાજમાં પિાતને વિશ્વાસ બેસાડ જરૂરી છે. એવી જ રીતે દંપતિમાં પણ પરસ્પર પતિ-પત્નીને વિશ્વાસ જરૂરી છે. એ જ રીતે મેટી ઉમ્મર થતાં પણ સ્વાભાવિક ક્રમે વિકાર શમન જરૂરી છે. કોઈ વૃદ્ધ પુરુષ કદાચ કઈ ખરાબ નજરે જુએ છે. લોકો તેને તરત જ કહેશે. “અરે! આ ઉમ્મરે તમને આ શોભે !” એટલે સમાજના વિશ્વાસ માટે દરેક અવસ્થામાં શીલ-મર્યાદા અને બ્રહ્મચર્ય નિતાંત જરૂરી છે. રામ-સીતાને પ્રસંગ :
આ અંગે આપણે રામ સીતાનો પ્રસંગ લઈએ. રાવણ સાથેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com