Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૧૩
તેની પાછળ અવ્યક્ત જગતમાં પડેલા સત્યની પ્રતીતિ કરવી એ જ ધ્યેય હતું. મતલબ કે ભીતરનું સત્ય વહેવારમાં મૂકવા માટે તેમણે ઘણું જોખમો ખેડ્યાં. તેમણે વિચાર્યું કે બધામાં આત્મા છે, એ સત્ય હોય તો મારે પ્રતીતિ માટે અનાર્યભૂમિમાં જવું જોઈએ. તેમણે ત્યાં જઈને બધા ઉપસર્ગો (કષ્ટો) સહીને પણ ભીતરના સત્યને પ્રકાશ પાથર્યો.
એ જ સત્યના માર્ગે જવામાં સંતોએ હમેશાં પોતાની કુરબાની આપી છે. સંતાએ તે ઘણીવાર ગુરુઆજ્ઞા કરતાં સત્યની આજ્ઞાને જ વધારે માન આપ્યું છે.
ધર્મરુચિ અણગાર કડવા તબડાનું શાક લઈ આવ્યા. ગુરુએ જોયું કે આ શાક ખાવા લાયક નથી. એટલે આજ્ઞા કરી કે કોઈ પ્રાસુક– (નિર્જીવ) જગ્યાએ તેને પરઠાવી (નાખી) આવે ! ગુરુ તેને બીજું કાંઈ કહેતા નથી. શા માટે આટલું બધું લઈ આવ્યા કે કણે વહેરાવ્યું વગેરે કાંઈ પણ પૂછતા નથી. ધર્મરુચિ અણગાર એકાંતમાં જઈને એને નાખે છે. એક ટીપું પડે છે કે તેની ગંધથી કીડીઓ દેડી આવે છે અને ટપોટપ મરવી શરૂ થાય છે. ગુરુએ કહ્યું હતું કે “તારો જીવ બચાવવા તું આને પરઠી આવ—આશય એ હતું કે તું જીવીને આ છોને બચાવશે ! હવે હું જ આ શાક ખાઈ જીવને બચાવું! ઉપરથી કદાચ કોઈને લાગે કે કીડીઓને બચાવવા માટે આમ હશે, પણ આ તે અંદરના સત્યનું પાલન કરવા માટે તેમણે કર્યું હતું. જે માણસ ભાવ સત્ય પામી શક્તો નથી; તે બહારનું સત્ય કદી આચરી શકતો નથી.
જેસલ અને તેલને પ્રસંગ પણ એવે છે. દરિયામાં ડૂબવાને વાર છે ત્યારે સતી કહે છે “ હવે આપણી કમેટી છે. આ ડું સત્ય હું પ્રગટ કરું છું; તારું પણ પ્રકાશી નાખ!”
જેસલ કહે છે: “હું પાપી છું !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com