Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૧૯
ખાપકી પડ્યો. કપડાં પલળી ગયાં. ઉપર બેઠેલા પદીજી આ જોઈ રહ્યાં હતાં. તે હસી પડ્યાં અને તેમનાથી બેલી જવાયું : “આંધળાના દીકરા આંધળા જ હોય ને !” પરિણામે મહાભારતનું યુદ્ધ મંડાયું. એક વચન અવળું વદવાથી હૃદયમાં ખૂબ ખટકે છે. એવી નાનીસી જીભની ભૂલ જરા જબરું દુઃખ દે છે
દુર્યોધને સામે જોયું અને તેના દિલમાં ચોટ લાગી. ધૃતરાષ્ટ્ર આંધળા હતા; એ વાત ખરી; પણ એવાં વચન જેના કારણે બીજાને દુઃખ પહોંચે તે ન બેલવો જોઈએ. ઘણાં લોકોનું કહેવું છે કે “કશું થયું તો શું થયું. સાચું જ બોલીએ છીએ ને?” ઘણીવાર એવો વિચાર કરીને કડવું બોલાઈ જવાય છે પણ એ કડવાશ એટલી બધી ખરાબ હોય છે કે તે મૂળ તત્ત્વને મારી નાખે છે. વાણી કેવી બેલવી તે અંગે જૈન સૂત્ર દશવૈકાલિકમાં આખું એક પ્રકરણ આવે છે. તેમાં ‘સુવાક્ય શુદ્ધિ”ની વાત કરી છે. વહેવારમાં સત્ય બોલવું હોય તો સીધો વહેવાર આવે છે. પણ, આચરવું શી રીતે ? ત્યાં કહ્યું છે કે “ગળી ગળીને બોલજે ! સત્ય બેલજે !” ગળીને નહીં બોલો તે તમારી વાણી એવા અનેક અનર્થો પેદા કરશે. ભૂતકાળમાં નજર કરીશું તો જણાશે કે વાણીએ ઘણા સંકટ ઊભાં કર્યા છે. એટલે “પીડાકારી વાણું ન બેલજે.” “ન ફાવે તે મુંગા રહેવાનું પસંદ કરો.” સત્ય અને મૌન :
ઘણીવાર મૌન ઘણું કામ કરે છે. મૌન વ્યાખ્યાનનું પણ પિતાનું મહત્વ છે. __ गुरोस्तु मौनं व्याख्यानं, शिष्यास्तु छिन्न-संशयाः
–ગુરનું મૌન વ્યાખ્યાન-ઘણીવાર શિષ્યના સંશયોને દવા માટે હોય છે. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓ ધ્યાનમાં મૌન થઈને બેસી જતા. તે પરંપરાએ ઘણું મૌનવ્રત પાળે છે. રમણ મહર્ષેિ પણ મૌન પાળતા છતાં દર્શનાર્થીઓને પ્રેરણા મળી જતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com