Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૪૧
રહી શક્યું. આમાં આખા દેશને પડધે છે અને તેના ઉપર આપણી સંસ્કૃતિને પૂરો પ્રભાવ છે.
કવિ દુલા કાગ કહે છે તેમ જેના કાંતવામાં જરા યે ફોદે ના આવે અને આવે તે મૂળથી સુધારી લે એવી સંસ્કૃતિ ભારતમાં પડેલી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને ગાંધીજી વ.નું શું તે તેમની વચ્ચે સંસ્કૃતિનો અખંડ પ્રવાહ વહેતો દેખાશે. વાલીને રામે બાણુ માયું; તે છતાં યે વાલી રામને પિતાને દીકરે સોપે છે. દુશ્મનને પણ વિશ્વાસ થઈ જાય કે સાચી લડાઈ જીતવી છે. લંકા જીતીને રામ નગરમાં જતા નથી. વિભીષણને લંકાનું રાજ્ય સોંપીને પાછા ફરે છે. એમનું દરેક કામ ભોગ કે વિકાસ માટે ન હતું પણ ફરજ માટે હતું. ધર્મ માટે હતું. ભગવાન મહાવીરે પણ જે આવાં કામ ન કર્યા હેત તો અગિયાર ગણધરે થાત પણ આટલી મોટી સંખ્યામાં જનતા તેમની અનુયાયી ન બનત.
યુરોપમાં બધું થયું પણ પ્રજ સંગઠન ન થયાં તેમ સાધનશુદ્ધિને આગ્રહ ન આવ્યો. એટલે ત્યાંનું માનસ શેષણ-વિલાસ વ. તરફ તેમજ બદલાને બદલે એ ભાવના તરફ વળેલું છે. હેમર કૃત
ઇલિયડ એ ગ્રીસનું મહાકાવ્ય છે. તેમાં મુખ્ય પાત્ર છે તે જ્યારે લડાઈ કરવા આવે છે ત્યારે તેના જેઈને ભાગી જાય છે. ગીતાના અર્જુનની જેમ તેને પણ ઉપરછલા વૈરાગ્ય આવે છે. પણ યુદ્ધમાં જ્યારે સેનાને કપાતી જુએ છે ત્યારે તેના ગુસ્સાને પાર રહેતા નથી અને લડવા મંડી પડે છે. ત્યારે મહાભારતની લડાઈ જુદી રીતે લડાઈ હતી; યુદ્ધ તે કરવું પણ પ્રેમ રાખીને ! અર્જુનને ગુસ્સો હતા પણ તે મોહ અને કાયરતાના બુરખા નીચે છુપાઈ ગયો હતો. શ્રીકૃષ્ણ તેને ગુસ્સો (રાગ કે દ્વેષ) કઢાવીને જ તેને યુદ્ધ લડવા દીધું. આ ગુસ્સે જ્યારે સ્વજને મરાય-કપાય ત્યારે જાગે; પણ જે સમજણુપૂર્વક ગુસ્સો શાંત કરીને લડાઈ લડાય તે તે ધર્મયુદ્ધ બની જાય.
ગાંધીજીએ પણ અહિંસક લડાઈ લડીને બતાવી અને જીતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com