Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
સત્ય' જેમાં અહિંસા નથી તેમાં ક્રાણુ નથી અને જે. સત્યમાં અહિંસા નથી તે સત્ય નથી. એટલે સત્ય માટે વચન શુદ્ધિ. અને કમની શુદ્ધિ કરવાની ખૂબ જરૂર છે. એના બદલે એવો સિદ્ધાંત હંમેશ માટે ન ઘડીને મૂકી શકાય કે કોઈના હિત માટે અસત્ય બોલી શકાય. સત્યનો આગ્રહ રાખે. ઝીણી ઝીણી બાબતોમાં પણ સત્યને આગ્રહ રહેવું જોઈએ. દા. ત. એક શિકારી જંગલમાં એક પશુની પાછળ દેડી રહ્યું છે, તમારી આગળથી એ પશુ પસાર થયે. હવે તમને જે શિકારી પૂછે કે “અહીંથી એક જાનવર પસાર થયા ?” ત્યાં તમે જો ખોટું બોલે તે સત્ય હણાય છે, અને સાચું બોલો તો તે જાનવર હણાશે. તે વખતે તમારે કાં તો મૌન રહેવું જોઈએ અથવા તે એમ કહેવાની તાકાત હેવી જોઈએ. કે “હું નથી બતાવો”. અપવાદ માર્ગને નિશ્ચયમાગ ન બનાવી શકાય.
કેટલીકવાર લોકોને લાગશે કે આ તે બહુ ચીકણું છે. તે ભલે કહે. ચીકણું રહેવું સારું છે. સત્ય એ ખાંડાની ધાર જેવું છે. જેટલી ચોખવટ કરશો તેટલા અનર્થ પેદા થશે. પણ એ અનર્થના ભોગે પણ સત્ય તો બેલાવવું જ જોઈએ. જરૂર પડે તે ચેખવટ પણ કરવી જોઈએ. બે અર્થમાં કલ્યાણકારી અર્થ :
બે વિદ્યાર્થીઓ હતા; નારદ અને પર્વત. એક શબ્દ વંશ પરંપરાથી ચાલ્યો આવતો હતો –
મર્યષ્ટીમ” આજે વડે યજ્ઞ કરવો જોઈએ.”
અહીં “અજ” શબ્દ આવે છે. તેને અર્થ “બોકડો” કરવામાં આવ્યો અને કાળક્રમે અહિંસાને વિકાસ થતાં “અજને અર્થ ત્રિવર્ષનું ધાન્ય જવ થયો. નારદ અને પર્વત બને સહપાઠી હતા. બન્ને વચ્ચે ચર્ચા ચાલી. એક કહે અજ એટલે જૂનું ધાન્ય થાય. (ન જાય તે ઈતિ અજ:) ! ત્યારે પર્વત કહે કે અજનો અર્થ બેકહે જ થાય.
આ ચર્ચાના થોડા વર્ષો પછી અજને અર્થ ધાન્ય થવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com