Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૨૪
એક સજજને બ્રાહ્મણને ગાય દાનમાં આપી, પણ ગાયમાં એવો દેષ હતો કે તે બધું દૂધ ચોરી લેતી. એટલે બ્રાહ્મણે તે વેચવા કાઢી. ઘરાક તે મળી ગયે પણ ખાત્રી માટે કોને પૂછવું ? બ્રાહ્મણને એક ભગત મિત્ર હતા. પહેલાથી ભગતને બરાબર સાધી લીધેલ હતા, ઘરાક આવ્યો તેણે પૂછળ્યું કે “આ ગાય કેટલું દૂધ એક ટાઈમનું આપે છે?” બ્રાહ્મણે કહ્યું હું મારા મઢાથી શું કહું ! ભગતને પૂછી લ્યો, તમને ખાતરી થઈ જશે.
ઘરાકે ભગતને પૂછ્યું. ભગત તે વખતે મૌન લઈને બેઠા હતા. તેમણે દૂધ કેટલું નીકળે એને જવાબ એક પત્થર દેખાડીને આપે. પેલો ઘરાક સમજ્યો કે પત્થરના વજન જેટલું દૂધ નીકળે છે. તે એમ સમજીને ચાલતો થયો. ભગતને થયું બ્રાહ્મણનું કામ સરી ગયું.
પેલો ઘરાક ઘેર ગયે. દૂધ ના નીકળ્યું એટલે કહેવા આવ્યો કે “ભગત! તમે ભગત થઈને આમ કર્યું ?”
ભગત કહેઃ “ભાઈ! તારી સમજમાં ભૂલ થાય છે. મેં તને પત્થર બતાવ્યો હતો તેના ભાવ એ હતું કે પત્થર દૂધ આપે તે ગાય દૂધ આપે ! પણ તમે એમ સમજ્યા કે જેટલા વજનને પત્થર છે તેટલું ગાય દૂધ આપશે !”
આવું સમાજમાં ઘણીવાર બને છે, ફલાણાને છેટું લાગશે એટલે મૌન રહું અથવા અમૂક જાને ઈશારો કરે! પરિણામે અસત્ય આવી જાય છે. એટલે એ કોઈ ઈશારો કે સૂચન ન કરવું જોઈએ જેમાં સંદિગ્ધ વાત આવતી હોય! સત્ય એ પ્રામાણિક ખાત્રી છે. તેને ચેમેરથી જોવું જોઈએ. તેમજ દરેક વખતે બને તેટલી સ્પષ્ટતા કરતા જવું જોઈએ. આમ જે સત્યનું આચરણ કરે છે તેનાથી તેનામાં અદ્દભૂત શક્તિ પેદા થાય છે. જેને વચન સિદ્ધિ કહેવાય તે સત્યવાદીના જીવનમાં પ્રગટ થાય છે. વચનસિદ્ધિ એ સત્યવાદીતાનું ફળ :
સૌરાષ્ટ્રનો એક પ્રસંગ છે. મેણિયામાં રામાંડલિક નાગબાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com