Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૩૮
પૂર્વગ્રહ નથી એટલે બીજાના મનમાં હોય તો તે આપોઆપ નીકળી જાય છે. આ છે સાધન-શુદ્ધિના આગ્રહનું પરિણામ. મહાભારતમાં પણ એજ સંદેશ :
મહાભારતમાં કોઈને એમ લાગશે કે શ્રીકૃષ્ણ અર્જુનને લડાઈ લડવાનું કહ્યું છે પણ ગીતા વાંચનારને લાગશે કે તેમણે કેવળ એક અધ્યાયમાં લડવાની વાત કરી છે. બાકી બધેજ લડાઈ શબ્દની આગળ
સમત્વ પ્રાપ્ય “યુદ્ધયસ્વ વિગતજવરઃ” કહ્યું છે. એટલે કે મનમાંથી ગુસ્સો કાઢી નાખ પછી લડ! જે અર્જુનને લડાઈ પહેલાં ગુસ્સો દેખાતો ન હતો તેના મનમાં એ ડંખ તે જરૂર હતો કે આ લોકોએ દ્રૌપદીનું અપમાન કર્યું હતું; ભીમ જેવા સ્પષ્ટ બેલી જતા પણ બીજાના મનમાં ડંખ હતો. એટલે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું –
जहि शत्रु महाबाहो ! काम रुपं दुरासदम्
“હે મહાબાહે! આ કામ, ક્રોધ, મોહ એ બધા શત્રુઓને—જે કામરૂપ છે અને પકડમાં નથી આવતા–તેને માર. તારે ડંખ કાઢી નાખી ને માત્ર ન્યાય માટે, ફરજ માટે લડવાનું છે! એ બધી વાત સાંભળ્યા પછી અજુન કહે છે –
નો મોઃ તિર્જા...
–આપના ઉપદેશથી મને ખ્યાલ આવી ગયો કે એમાં દોષ દુર્યોધન–વીને નથી પણ પરિસ્થિતિનો છે. દુર્યોધન બગડ્યો છે એટલે પરિસ્થિતિ–પરિવર્તન માટે આ કામ કરવાનું છે. એટલે તેના હૃદયમાં ડંખ ન રહ્યો. પરિણામ એ આવ્યું કે યુદ્ધ જીત્યા પછી જે અહંકાર આવે છે તેનાથી પાંડ દૂર રહી શક્યા ! તેમજ તેઓ ભોગ વિલાસ ન ભોગવી શક્યા. ઉહું તેમને વૈરાગ્ય આવ્યું. પિતાના ફાળે આવેલું કામ પૂરું કરી હિમાલયમાં જઈ જીવન પૂરું કર્યું. આ હતી સાધનશુદ્ધિની પ્રક્રિયા જે ભારતની સંસ્કૃતિમાં જ જડે છે. બુદ્ધ મહાવીરના સમયમાં પણ પ્રેમ :
બુદ્ધે તે સાધન શુદ્ધિના આગ્રહ ને બહુજ સુંદર સૂત્રમાં રજૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com