Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧ર૦
પણ, મૌન રહેવામાં કાળજી રાખવી જોઈએ. જે મૌન રહેવાથી છતી આંખે અનર્થ સર્જાતો હોય તે તે મૌન કંઈ અર્થ નથી. દ્રૌપદીની લાજ લેવા દુઃશાસન પ્રયત્ન કરતો હતો ત્યારે ભીષ્મ, વિદુર, વિકર્ણ, દ્રૌણાચાર્ય વગેરેથી ભરેલી કૌરવસભા મૌન થઈને વિચારવા બેઠી હતી.
આવું મૌન ન હોવું જોઈએ. કેટલાક માણસો મીંઢા હોય છે; તેઓ કંઈ બેલે જ નહીં. તેમનું મૌન સત્યમાં ન ખપે. ને મૌન કેઈ કલ્યાણ કારી પરિણામ માટે હેય તે જ તે મૌન શોભે. પ્રિય પણ અસત્ય નહીં જ :
એવી જ રીતે સત્ય બોલવાની સાથે પ્રિય બેલવા માટેનું કહેવામાં આવ્યું છે. ઘણાં લોકો મઢાના મીઠા હોય છે. જાણે કે સાકરના ગાંગડા ! પણ હૃદય કડવું રાખે :__ “मधु तिष्टति जिव्हाग्रे, हृदि हालाहलं विषम् "
–આવા ઠેકાણે ભલે મોટું કડવું થાય તે રીતે બોલવું પડે તે બોલવું પણ હૃદયમાં ઝેર ભરીને ન રાખવું જોઈએ. સાથે જ એ વાતની પણ તકેદારી રાખવી જોઈએ કે એ સત્યની કડવાશ હદય સુધી ન પહોંચે ! અસત્ય પણ નહીં :
મહાભારતમાં ધર્મરાજાને પ્રસંગ આવે છે, એક વખતે તેઓ અધું જૂઠું બોલે છે. “અશ્વત્થામા હત નરવા કે જોવા” “અશ્વત્થામાં મરી ગયો શાયદ તે માણસ હતો અથવા હાથી હતો. ધર્મરાજા આટલું અધું અસત્ય બોલ્યા તે માટે તેમને રથ જમીનમાં ઉતરવા લાગ્યા. આ જ ધર્મરાજ કહેતા હતા :
'मम तु मतिर्न मनागपैतु धर्मात् '
મારી બુદ્ધિ ધર્મથી જરાય વેગળી ન થાય. સંસ્કૃતિમાં જરાયે અસત્ય ન આવવું જોઈએ. ત્યારે તેમણે હાથી મરવા છતાં માનવની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com