Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૧૭
છે કે અગ્યારમાં સૈકામાં બંગાળમાં “સત્યપીર” થયા છે તેમણે સત્યનારાયણની કથા લખી છે. કારણ કે સ્કંદપુરાણની જૂની આવૃત્તિમાં એ કથા નથી. વળી એ પુરાણમાં ૮૦ હજાર કોના બદલે આજે સવાલાખ લોકો છે. એટલે સ્કંદપુરાણમાં ઉમેરે થયે હોય તે સ્વાભાવિક લાગે છે. વળી સત્યનારાયણની કથામાં રતનસાર તેમ જ કાંચનપુરીનાં જે નામો આવે છે તે વિસ્તાર પણ બંગાળમાં જ છે. ઉપરાંત કેળાંને પ્રસાદ પણ એ વાતની સાક્ષી આપે છે; કારણ કે બંગાળમાં કેળાંની ઉત્પત્તિ ઘણી છે. વનમાં વન છે. પછી તે જે કે
જ્યાં કેળાં ન હોય ત્યાં ચોખાનો, અને ચેખા ન હોય ત્યાં ઘઉંની વાનગીને પણ હવે પ્રસાદ અપાય છે.
ટુંકમાં ઈતિહાસ, રાષ્ટ્રના સગે, ધર્મ પર થયેલી બીજી અસરો આ બધાંને જોઈને જે દરેક ચીજને જોવાય તો જાળાં ઝાખરાંમાંથી ધર્મનાં સંસ્કૃતિનાં મૂળ ત તારવી તેમને આજના યુગે વિશ્વને ઉપયોગી રીતે આપી શકાય.”
શ્રી. સુંદરલાલ : નાના શુભથી પણ શુભ વધે છે, તેવી જ રીતે નાના અશુભથી, અશુભ જ વધે છે. ભારતીય સંસ્કૃતિનાં ઊંડાણમાં પડેલ સત્યને જે સારું વાતાવરણ મળે તો ખરાબમાંથી સારું થતાં વાર લાગતી નથી.”
શ્રી. બ્રહ્મચારીજી : “એક સત્યજ એવું છે કે “સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાય તે મહતિ ભયાતુ” દેવી ભાગવતમાં એક છોકરાની વાત આવે છે કે જેને કોઈ ઋષિ મુનિએ આશ્રય આપતા નથી, તે સત્યનું આચરણ કરતાં સ્વયં સત્ય-તપ બની જાય છે. કસાઈ અને ગાયના પ્રસંગમાં તે તે સત્ય અને અહિંસા બન્નેને જાળવે છે. આજે સારા સંતે માટે સત્યનું આચરણ ઘણું જરૂરી છે. તેઓ સત્યને આશરો લેવાને બદલે નિંદામાં રસ લે છે, જેથી સમાજમાં ધર્મ અને સત્ય બને ખોવાતાં જઈ રહ્યા છે, તેના બદલે સત્યનું આચરણ આવવું જરૂરી છે.
| (તા. ૧૮-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com