Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
હમેશાં માર્ગ સાફ કરે છે. દશરથ ગુજરી ગયા હોય છે. સુમંત સારથી રામને આવીને કહે છે:–“પિતાનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું છે કે તેમના વચનના પ્રતીક તરીકે વન આવી ગયું છે. હવે તમે પાછા પધારે ! જે પિતાના વચન ખાતર વનમાં ગયા તેજ પિતાના મરણ પથારીનાં વચન પ્રમાણે તમે પાછા ફરે !”
સત્યની અહીંજ કસોટી છે શાસ્ત્રોમાં કહ્યું છે – सरचस्स आणाए उवडिओ मेहावी मारं तरइ
સત્યની આજ્ઞામાં ઉપસ્થિત મેધાવી મૃત્યુને તરી જાય છે. ગુરુની આજ્ઞા કરતાં પણ સત્યની આજ્ઞા મહાન છે. ગુરુની આજ્ઞા માનવી જોઈએ પણ જો એ આજ્ઞા સત્યથી વેગળી હોય તે સત્યને જ મુખ્ય ગણવું જોઈએ. અહીં રામ વિચાર કરે છે કે જે વચનના કારણે હું અહીં આવ્યો છું તેજ વચનના કારણે પિતાનો દેહ આવરણ રૂ૫ થત હોય તે સત્યને મુખ્ય ગણવું જોઈએ.” તેઓ કેટલું ઝીણું વિચારે છે? તેઓ અયોધ્યા જતા નથી.
હવે આગળ જોઈએ. સીતાને રાવણ ઉપાડી જાય છે અને રામ લંકા ઉપર ચઢાઈ કરવા જાય છે. ત્યારે વિભીષણ રામની છાવણીમાં આવે છે. ત્યારે સુગ્રીવ કહે છે: “આ છે રાવણને ભાઈ ! આપણે ભેદ લેવા આવ્યો છે. કોઈ દિવસ દુશ્મનને વિશ્વાસ ન કર !
રામ કહે છે: “રાજ્યનીતિનું સત્ય તમે કહે છે પણ ધર્મનીતિનું સત્ય જૂઠું છે! કોઈ તમને ઠગવા આવે તે ઠગાજે પણ અંદરનું સત્ય છોડશે નહીં. આપણે વિશ્વાસ રાખીશું તે નુકશાન નહીં થાય ! વિભીષણ સત્ય માટે બધું છોડીને આવ્યો હશે તે આપણે તેને વિશ્વાસ રાખવો જોઈએ.”
સત્યાર્થી જગતનાં બધાં જોખમ સામે સાવધાન રહેશે પણ વિશ્વાસ રાખશે. તેમણે વિશ્વાસ રાખે. વિભીષણ પણ બધાં જોખમો ખેડીને આવ્યા હતા. હવે તેને રાજ્ય મળ્યું. એટલે તે રામને કહે છે “આપ લંકામાં પધારો! રાજ્ય આપનું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com