Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૧૨
અહીં રામની કસોટી હતી. તેમણે કહ્યું –
पिता-बचन, मैं नगर न आवउं
आयुसरिस कपि अनुज पठावउं આમ કહી પિતાના વચનની યાદ આપી તેઓ લંકામાં જતા નથી. પોતાના અંગ સમા લક્ષ્મણને મોકલે છે. આમ સત્ય માટે આગળ જતાં રાક્ષસ ફળમાં પણ વિભીષણથી લઈ ત્રિજ્યા સુધી સત્યનો વિસ્તાર થયા. કૃષ્ણયુગનું સત્ય
“સત નામ સાહેબ કા” એ ભારતની સંસ્કૃતિ છે. દુઃખ આવતાં ભગવાનને યાદ કરીએ છીએ. એવી જ રીતે દ્રૌપદીએ શ્રીકૃષ્ણ ભગવાનને યાદ કર્યા હતા અને તેને મદદ મળી ગઈ હતી. પાંડ જુગારમાં હાર્યા હતા–રાજ્ય, ધન અને સતી બધું મૂકાઈ ગયું હતું છતાં દરેક ઠેકાણે સત્યને પ્રકાશ પાથરતા ગયા હતા. કહેવાય છે કે આનું ટાલકું તેજ કરે છે એને અર્થ એ કે સત્યનો પ્રકાશ પડે છે.
જ્યારે સત્યમાં આંચ આવે છે ત્યારે પેલા તેજમાં જોખમ આવે છે. રામાયણમાં–મહાભારતમાં બધે જ સત્યનું તેજ પ્રકાશે છે. એને દાખલો મહાભારતમાં મળે છે. બન્ને પક્ષે યુદ્ધ ચાલે, રાત્રે યુદ્ધવિરામ થાય એટલે પાંડ સામી છાવણીમાં સેવા માટે પહોંચી જાય. અંદરના સત્યને બહાર લાવવા પ્રયત્ન કરે છે. આ પ્રયાસ તેમને ચાલુ જ છે. યુદ્ધ પૂરું થઈ જાય છે. રાજ્ય મળે છે પણ સત્ય મળતું નથી અને અંતે ધર્મરાજ અને પાંડે દ્રૌપદી સાથે કૈલાશ પર્વત તરફ જવા નીકળે છે. સત્ય માટેની ઝંખના આટલી બધી તીવ્ર હોય છે! બુદ્ધ મહાવીરના યુગનું સત્ય
એ સત્યની શોધ માણસને-મહાન આત્માને બેસી રહેવા દેતી નથી. બુધે બધું છોડ્યું. મહાવીરે પણ ઘરબાર, રાજ્યસુખ બધું છોડ્યું પણ ભીતર જે સત્ય શોધની લગન હતી તેને ન મૂકી. તેમણે અભિગ્રહ લીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com