Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૩
સંકેચ ન પામે. એવી જ રીતે સ્ત્રી માટે સમાજમાં એવો વિશ્વાસ હો જોઈએ કે તે ગમે ત્યાં જાય પણ સલામત રહે.
આપણે ત્યાં લોકો કડક નિયમો અને વ્રત લે છે પણ બીજી બાજુ સાવ ઢીલાશ આવી ગઈ છે. પશ્ચિમની સંસ્કૃતિ ઘર કરી ગઈ છે. અમુક જાતની રહેણુકરણી, પહેરવાનું-ઓઢવાનું એ રીતનું થઈ ગયું છે કે લોકો પિતાની તરફ કેમ આકર્ષાય? એ જ આશયથી બધી ટાપટીપ હોય છે. આમાં પુરુષો પણ હવે આગળ વધવા લાગ્યા છે.
આને ગંભીરતાથી વિચાર કરવાનું છે. અમૂક સ્થાને તે વિશ્વાસપાત્ર રહેવાં જ જોઈએ. શીલ રક્ષા સંસ્કૃતિને પાયો છે અને તેના માટે બ્રહ્મચર્ય, સદાચાર અને રહેણુકરણ કેવી હેવી જોઈએ તેને વિચાર થ જોઈએ. એકલી સ્ત્રીઓ કે સાધુઓ માટે શીલરક્ષાની વાત કરવાની નથી; પણ પુરૂષ અને સેવકોએ પણ એ બાબત ઉપર ધ્યાન આપવાનું છે. શિક્ષકો, ડોકટરે અને સેવકોએ તે ખરેખર સમાજને ઘડવાનું છે એટલે તેઓ જ્યાં રહે છે તે સ્થળે, વિદ્યાલય, દવાખાના–ધર્મસ્થાનકોપણ સમાજ વિશ્વાસનાં સ્થળ બનવાં જોઈએ.
આ માટે ઘરથી પ્રારંભ કર ઠીક થશે. આજે ઘરમાં બાપદીકરી સાથે બેસશે તે તેમાં સમાજ વિશ્વાસ છે પણ એવે સમાજ વિશ્વાસ કેળવો જોઈએ કે પુત્રની વહુ પણ તેની સાથે નિઃસંકોચ બેસી શકે; અને એ માટે તે પુરૂષોએ જ આગળ વધવાનું છે.
ચર્ચા વિચારણું શીલનિષ્ઠા માટે વાત્સલ્ય અને વિશ્વાસ
શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “યુરોપમાં જઈને સમાજને પાંચદશ વર્ષ જોઈએ તે ભારતીય સંસ્કૃતિની શીલનિષ્ઠાને સંપૂર્ણ ખ્યાલ આવી શકશે. ત્યાં પુખ્ત વયનાં થતાં બાળકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com