Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૪
મા-બાપથી, પશુ-પંખીની દુનિયાની જેમ અળગાં પડે છે. આપણે ત્યાં દીકરા અને દીકરી માટે મા-બાપ પંડ નીચોવી નાખે છે છતાં તેમને આનંદ જ લાગે છે. જો કે શહેરમાં હવે પશ્ચિમની અસર થઈ છે. તેથી પિતાને અને સંતાનને અલગ અલગ વિચાર કરી વીલ બનાવાય છે. એ જ રીતે ગામડામાં ભૂલ દીકરીની થાય તે ઉદાર રહેવાય છે, પણ તેટલું ઉદાર વહુ વિષે રહેવાતું નથી. વહુ બહાર જાય તે અવિશ્વાસના કારણે તેની પાછળ છૂપી પિલિસની જેમ ચેકીદાર પણ મોકલાય છે. આથી અભયપણું રહેતું નથી. સંસ્કૃતિમાં શીલનો અર્થ એ છે કે વ્યાપક વહેવાસ્માં વાત્સલ્ય અને વિશ્વાસ બન્નેય જોઈએ. મુનિશ્રી સંતબાલજીએ કહ્યું તેમ શિયળ અને દરેક બાબતોમાં પારસ્પરિક વિશ્વાસ ઊભો કરવો પડશે !”
શ્રી. પૂજાભાઈ : પૂર્વકાળે વાતાવરણ સારું મળતું. આજે એ નથી. માટે પવિત્ર વાતાવરણની તથા વેશભૂષા ત્યાગ, ખાનપાન, વિવેક, દશ્યો, વાંચન-વિવેક વ. બધું જરૂરી છે તે જ સદાચારી વાતાવરણ સર્જાય.
ગોરાકુંભારને દાખલો સુપ્રસિદ્ધ છે. તેમની પત્નીએ આગ્રહથી પિતાની નાની બહેન પરણવી; પણ તેઓ સંયમી હતા. એટલે પિતાની અપર પત્ની સાથે સંયમ જ પાળે. એકવાર હાથ, પથારી બહાર રહેતાં એમની પત્નીને અડી ગયો. તે ખબર પડતાં જ ચમકીને હાથનું છેદન કર્યું. આવો શિયળપ્રેમ ગૃહસ્થાશ્રમીમાં હવે જોઈએ. ઉપરની ભક્તિ અને અંદર શીલનું ઠેકાણું નહીં, તેવું ન હોવું જોઈએ.
શ્રી. બળવંતભાઈ: “સવારે પ્રવચનમાં કહેવામાં આવ્યું તેમ આજે કોલેજોમાં, હાઇસ્કૂલોમાં, દવાખાનાઓમાં અને સમાજના અનેક સ્થળામાં શીલ સાવ ઢીલું પડી ગયું છે. ઘણા દાખલાઓ તો અરેરાટી ઉપજાવે તેવા પણ બને છે. તે છતાં આપણું સંસ્કૃતિ શીલના પાયા ઉપર હેઈને વહેલાસર બ્રહ્મચર્યાશ્રમનાં નવા ઢબના યુગાનુરૂપ વિદ્યાધામ
સ્થપાવાં જોઈએ તેમ જ સમાજમાં ઇષ્ટની પ્રતિષ્ઠા અને અનિષ્ટના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
નવે તેવા વ્યાસ પ્રાયમોરની પ્રતિ