Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
હજરત મહમદ સાહેબ કહે છે કે “બાહિશ્ત વસતું હોય તે સ્ત્રીના પગમાં વસે છે. ” “જેનેના ભગવતી સૂત્રમાં કહ્યું છે કે
બાળક જન્મે છે ત્યારે માતાનાં ત્રણ અને તેને મળે છે. એક તો માથું જે મહત્વનું અંગ છે; તેમજ ઊંચામાં ઊચું અંગ બ્રહ્મરદ્ધ આત્માને રહેવાને ભાગ તે માતાઓમાંથી મળે છે. માતા માટે “
ર ક્ષણાજિળી” એટલે રત્નને કુખે ધારણ કરનારી કહેવાય છે. ભગવાન મહાવીર જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે માતાને દુઃખ ન થાય તે માટે હળવા બની જાય છે. માતાને ચિંતા થાય છે કે મારા ગર્ભના જીવને શું થયું ? ત્યારે પાછું હલન-ચલન શરૂ કરે છે. આને અર્થ એ છે કે નાનપણથી તેઓ માતાની ચિંતા કરે છે. વિશ્વવસલ્યનું શક્તિનું કેંદ્રઘર છે અને ઘર ગૃહિણીનું કહેવાય છે.
-એટલે કે “ન જીરું નાદુ ફળા ચતે.... માત્ર ઈટ પત્થરનું મકાન ઘર કહેવાતું નથી; ગૃહિણીને જ ઘર કહેવાય વાંઢા નિવાસ ઘર કહેવાતું નથી.
બીજુ અંગ જે બાળકને મળે છે તે લોહી છે, ગર્ભમાં તેનું પિષણ મા પિતાના રકતથી કરે છે અને જમ્યા બાદ પ્રબળ વાત્સલ્યના કારણે તેનું જ લેહી દૂધ રૂપે અમૃત બનીને તેનું પોષણ કરે છે.
ત્રીજુ અંગ માંસ એ પણ માતામાંથી મળે છે. ત્યારે રોમ હાડકાં પિતામાંથી મળે છે. અને બાકીનાં અંગે માતાપિતાનાં મળીને મળે છે. એટલે સ્ત્રીમાં રહેલું માતૃત્વ પ્રગટ કરે તો આખા વિશ્વમાં તે પહોંચી જાય.
માતૃજાતિની પૂજાના ઘણા ઉદાહરણો ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં જોવા મળે છે. એનું એક કારણ એ છે કે અહીંની સંસ્કૃતિમાં સર્વ પ્રથમ જેને દેવ તરીકે ગણવામાં આવી તે માતા છે. એ જ કહેવામાં આવ્યું છે કે-“માદેવભવ” તે ઉપરાંત જગતના ઈશ્વરે, પયગંબર, દીપક, તીર્થ કરે અવતાર કે દિયવિભૂતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com