Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
રામ ત્યાં છે ! તેમણે ચૌદ વર્ષ વનમાં ગાળ્યા, તેમની સાથે તેમની સ્ત્રી સીતા હેવા છતાં–તેમણે કદિ તેની તરફ વિકારી નજરે જોયું નથી!”
ઘણને એમ થશે કે દેદરીને આની ખબર કયાંથી ? તે એક્તો લોકવાયકા પ્રમાણે વાત ચાલતી હતી તે; તેમજ સીતા સાથે પ્રસંગ પડ્યા પછી મંદોદરી તે જાણી શકી હતી. સતી જેમ પિતાના મનને ભાવ જાણે તેમ સામા પક્ષે વિકારભાવને પણ ઓળખી શકે.
સુલોચના પ્રશ્નાર્થ રૂપે તેને જોતી રહી ત્યારે તેણે કહ્યું હું સીતા સાથે થોડાક સમય રહી છું એટલે રામ કેવા છે તેની મને ખબર છે. તેને દૂત પેલે વાંદરો હનુમાન આવ્યો હતો. તેણે ભલે બધે ઉપદ્રવ કર્યો પણ તેણે કોઈ સ્ત્રીને હેરાન ન કરી ! જે એક વાનરકુળની વ્યક્તિ પણ આટલી સુશીલ બની શકે તે એ રામનો કેવો પ્રભાવ હશે ! તે તને સાચી દષ્ટિએ જોશે! માટે તું ચિંતા કર્યા વગર ચાલી જા...!”
રામને આ પ્રસંગ અને રાવણકુળની નારીઓની પણ રામ ઉપર આસ્થા એને જે વિચાર નહીં કરીએ તે ભારતની સાચી સંસ્કૃતિને
ખ્યાલ આપણને નહીં આવી શકે ! શીલનું–સદાચરનું કેટલું મહત્વ છે તે એના ઉપરથી સમજી શકાય છે. દ્રોપદીનો પ્રસંગ
ત્યારબાદ કૃષ્ણ યુગમાં આવીએ !
બ્રહ્મચર્યનો પ્રભાવ કે પતિવ્રતને પ્રભાવ એ છે કે ગમે તેવી સ્ત્રી પણ અબળામાંથી સબળા બની જાય છે. તે વખતને યુગ હત; દારૂ-માંસાહાર તેમજ વ્યસનનો! દ્રૌપદીને તે વખતના યુગની પ્રતિનિધિ નારી તરીકે આપણે ગણાવી શકીએ. કૌર સત્તાની ખુમારીમાં હતા એટલે તેમણે પિતાની ખુમારી અહીં બતાવી.
દ્રૌપદીની લાચારી એ હતી કે તે પોતે વેચાઈ ગઈ હતી. “યંયા રાજા તથા પ્રજા” જેમ દુઃશાસન રજસ્વલા દ્રૌપદીને સભામાં લાવી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com