Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
જયાં આંખોના ડોળા વગરની લોહીલુહાણ સ્થિતિ જોઈ કે પેલો લંપટ ડઘાઈ ગયો. તેને વિકાર શમી ગયો અને કરુણું જાગી પડી. ચારિત્ર્યને ચમત્કાર થયો. તે સાધ્વીના પગમાં પડી ગયું. આજે બધી બહેને માં આવી સાધના હોવી જોઈએ ! પિતાના શિયળના રક્ષણ માટે તેમણે પિતાનું બલિદાન આપતાં શીખવું જોઈએ. સબા અને સુબે :
આવો જ એક દાખલો અમદાવાદના સુબાશાહીના જમાનાને છે. તે વખતે સુબાનું રાજ્ય હતું અને તે સુંદર સ્ત્રીઓને પિતાના ભોગ-વિલાસ માટે શોધતો હતે. તે એને પકડીને મહેલમાં મંગાવતે અને વ્યભિચાર કરતો. પણ કોઈની તેની સામે થવાની હિંમત ન ચાલતી.
તે વખતે સબા કરીને એક રૂપાળી ચારણબાઈ હતી. સુબાની નજર એના ઉપર પડી. તેને પકડી લઈ ગયા. પણ તે બાઈએ તીક્ષ્ણ તલવારથી પિતાના સ્તને કાપીને સુબા આગળ ધર્યા. આ સમાજ જે નમાલો બની થીજી ગયો હતો તે ઉકળી ઊઠ્યો. ચારણે અને બીજી પ્રજા તૈયાર થઈ ગઈ; હાહાકાર મચી ગયે. સુબે એટલો બધો ડઘાઈ ગયો કે તેણે બહાર નીકળવાની હિંમત ન કરી.
આખા શહેરમાં એક છાપ ઊઠી કે સ્ત્રીઓનું શીલ ન લૂંટાવું જોઈએ; પછી સુબો કદિ આવું અનાચરણ ન કરી શક્યો. સમાજ માટે એ અદ્દભુત પ્રસંગ બની ગયો. આજે પણ અમદાવાદમાં સદબા, નામને મહેલ્લે છે.
સ્ત્રીઓએ આમ સમાજને ઘણું જાગૃતિ આપી છે. તેના કેટલાક પ્રસંગે આપણે ગયા વખતે જોઈ ગયા. થોડાક હમણું વિચારી ગયા. જે દરેક બહેને હિંમતપૂર્વક દુરાચારીને સામને કરે તે કોઈ પણ પુરુષ સ્ત્રીનાં શીલને તેડવા પ્રયત્ન ન કરી શકે. પણ તે માટે ખરેખરી હિંમત જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com