Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
માતુ-પ્રતિષ્ઠા માટે માતૃત્વ:
ખરેખર નારી એ કંઈ નરકની ખાણ નથી. પણ વાસના જ રાક્ષસી કે નરકની ખાણ છે. એટલે માતજાતિની પ્રતિષ્ઠા કરવા માટે માતાઓમાં રહેલું માતૃત્વ પ્રગટાવવું પડશે. યુરોપમાં માતપૂજાને બદલે
દયપૂજા તરફ વધારે લક્ષ્ય રહ્યું છે. જ્યાં સુધી સ્ત્રી ભાગ્યે જ છે એવી ભ્રમણ જે સમાજમાં રહેશે ત્યાંસુધી નારીની સાચા અર્થમાં પ્રતિષ્ઠા નહીં થાય.
એ ઉપરાંત ચીન-જાપાન વગેરે દેશોમાં પણ સ્ત્રીએ રાષ્ટ્રહિત માટે પોતાનાં શીલનું બલિદાન આપે છે. ત્યાં માતપ્રતિષ્ઠા શી રીતે થઈ શકે ? એટલે માતૃપ્રતિષ્ઠાને સવાલ કેવળ ભારત સુધી નહીં, પણ આખા વિશ્વને સ્પર્શત છે. તે તે રીતે વિચારવો પડશે.
માતૃપ્રતિષ્ઠાને વહેવારૂ બનાવવા માટે એક મહત્વને ઉપાય એ પણ છે કે પુરૂષે બહુગામી પણું કે ભ્રમરવૃત્તિ બંધ કરવી જોઈએ અને સ્ત્રી માટે જેમ એક પતિનો આદર્શ છે તેમ પુરૂષ માટે એક પત્ની વ્રતને આદર્શ હોવો જોઈએ. આજે સ્ત્રી-સમાજ પિતાના હકકની લડાઈ માટે આગળ આવી રહ્યો છે ત્યારે ઘણી સ્ત્રીઓ, જાણવા છતાં કે તે પુરુષ પરણેલો છે છતાં સ્વછંદપણે તેની સાથે વિચરે છે. એ માતૃપ્રતિષ્ઠા માટે મોટા ફટકા સમાન છે.
માતૃપ્રતિષ્ઠા સાચા શબ્દોમાં આવી શકે તે માટે નીચેના સાચા ઉપાય પ્રયોગમાં લાવવા જોઈએ:
(૧) જાતિયવૃત્તિનું સંસ્કરણ કરવું.
(૨) સુસંગઠિત માતૃસંસ્થાઓ ઊભી કરી તે વડે આવા જવલંત પ્રશ્નો ઉકેલવા.
(૩) જાહેર જીવનમાં નારી પ્રતિષ્ઠા વધારવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com