SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ માતુ-પ્રતિષ્ઠા માટે માતૃત્વ: ખરેખર નારી એ કંઈ નરકની ખાણ નથી. પણ વાસના જ રાક્ષસી કે નરકની ખાણ છે. એટલે માતજાતિની પ્રતિષ્ઠા કરવા માટે માતાઓમાં રહેલું માતૃત્વ પ્રગટાવવું પડશે. યુરોપમાં માતપૂજાને બદલે દયપૂજા તરફ વધારે લક્ષ્ય રહ્યું છે. જ્યાં સુધી સ્ત્રી ભાગ્યે જ છે એવી ભ્રમણ જે સમાજમાં રહેશે ત્યાંસુધી નારીની સાચા અર્થમાં પ્રતિષ્ઠા નહીં થાય. એ ઉપરાંત ચીન-જાપાન વગેરે દેશોમાં પણ સ્ત્રીએ રાષ્ટ્રહિત માટે પોતાનાં શીલનું બલિદાન આપે છે. ત્યાં માતપ્રતિષ્ઠા શી રીતે થઈ શકે ? એટલે માતૃપ્રતિષ્ઠાને સવાલ કેવળ ભારત સુધી નહીં, પણ આખા વિશ્વને સ્પર્શત છે. તે તે રીતે વિચારવો પડશે. માતૃપ્રતિષ્ઠાને વહેવારૂ બનાવવા માટે એક મહત્વને ઉપાય એ પણ છે કે પુરૂષે બહુગામી પણું કે ભ્રમરવૃત્તિ બંધ કરવી જોઈએ અને સ્ત્રી માટે જેમ એક પતિનો આદર્શ છે તેમ પુરૂષ માટે એક પત્ની વ્રતને આદર્શ હોવો જોઈએ. આજે સ્ત્રી-સમાજ પિતાના હકકની લડાઈ માટે આગળ આવી રહ્યો છે ત્યારે ઘણી સ્ત્રીઓ, જાણવા છતાં કે તે પુરુષ પરણેલો છે છતાં સ્વછંદપણે તેની સાથે વિચરે છે. એ માતૃપ્રતિષ્ઠા માટે મોટા ફટકા સમાન છે. માતૃપ્રતિષ્ઠા સાચા શબ્દોમાં આવી શકે તે માટે નીચેના સાચા ઉપાય પ્રયોગમાં લાવવા જોઈએ: (૧) જાતિયવૃત્તિનું સંસ્કરણ કરવું. (૨) સુસંગઠિત માતૃસંસ્થાઓ ઊભી કરી તે વડે આવા જવલંત પ્રશ્નો ઉકેલવા. (૩) જાહેર જીવનમાં નારી પ્રતિષ્ઠા વધારવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy