________________
છે કે એ સહેલી વાત નથી, એટલું જ નહીં તેમને ચારિત્ર્યથી પડતા પણ એજ કોશા બચાવે છે. ત્યારે તેમને ખબર પડે છે કે સ્યુલિભદ્ર જેવા વિશિષ્ટ પુરૂષો થયા છે તેઓ જ આવાં કામો કરીને પાર ઉતારે છે. રામકૃષ્ણની માતૃદષ્ટિ
એજ રીતે રામકૃષ્ણ પરમહંસને જોઈએ. તેઓ આધુનિક યુગના દણા છે. કાલીમાતા માત્ર ચંડિકા નથી; એ પ્રેમાળ હાથ પણ ફેરવે છે. કાલીનું માતૃત્વ બીજા સ્વરૂપે પિતાની સામે છે. તેમણે શારદામણિને કહ્યું: “હું તે આજથી તને માતા માનું છું.”
શારદામણિને કેટલા કોડ હશે પણ તેઓ સમજી ગયાં અને વિશ્વની માતાનું સ્વરૂપ માન્ય કર્યું. રામકૃષ્ણ ને પરમહંસ બનાવવામાં શારદામણિ માતાને એટલો જ ફાળો છે. ગાંધીજી અને કસ્તુરબા
ગાંધીજીને વિચાર આવ્યો કે મારે વિશ્વસેવક બનવું છે તે મારે આ વિકાર વાસના અને બાળકોની જ જાળમાંથી નીકળી જવું જોઈએ. કસ્તુરબાએ તે માન્ય કર્યું. તે દેશના બા બની ગયા. ગાંધીજીએ બાં પાસેથી ઘણીવાર પ્રેરણા લીધી. માતૃજાતિનું માધ્યમ
આ વાતને વિચાર સંસ્કૃતિના મહત્વના અંગામાં કરવો પડશે કારણ કે ક્રાંતિના કાર્યમાં આ બધી બાબતે ઘણું ઉપયોગી નીવડે છે. કાંતિના માર્ગમાં ખાડા ટેકરા, ખરબચડાં અને લપસણું ઘણું છે. તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે સંત-મહાત્માઓનાના જીવનમાંથી મળી આવે છે. જે યુગપુરૂષ થયા છે તેમણે માતૃત્વને માધ્યમ બનાવ્યું છે. રામે પાર્વતીને, કૃષ્ણ ગોપીઓને, મહાવીરે ચંદનબાળાને, સ્થૂલિભલે કોશાને, રામકૃષ્ણ શારદામણિને અને ગાંધીજીએ કસ્તુરબાને માધ્યમ બનાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com