________________
કોઈ પુરુષ એવો હોય કે વિકારના સ્થાનમાં નિર્વિકારી રહે, તે શ્રીમદ્ કહે છે કે મારું માથું તેને નમી જાય છે. સ્ત્રીને કાષ્ટની પૂતળી સમ ગણે તે ભગવાન છે. આનો અર્થ એમ પણ કરી શકાય કે જે સ્ત્રીને માતા સમાન ગણે છે તે ભગવાન સ્વરૂપ છે. એટલે જ જૈનધર્મ તેને ભવ્ય અંજલિ આપે છે કે –
मंगलं स्थूलिमद्रायाः
–એમની પહેલાં ઘણું સાધુએ થઈ ગયા–મોટા મોટા થયા. ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી આવ્યા પછી જંબુ સ્વામી આવ્યા, પ્રભાવ આવ્યા પણ કોઈને યાદ નહીં કરતાં આમને યાદ કર્યા તેનું કારણ એ છે કે એ સામાન્ય વાત નથી ! એક તો પિતાની પ્રિયા હતી; તેમાં વળી વેશ્યા હતી અને રૂપરૂપનો અંબાર હતી. એવા સ્થળે પણ મન ચલિત ન થયું. ઉલટું તેને ધર્મ માર્ગમાં ઉતારવી એ ખરેખર કપરામાં કપરું કાર્ય છે.
યુલિભદ્ર કોશાને કહે છે : “જે આનંદને ઝરે મારામાં છે તે જ ઝરે તારામાં પણ છે. તું તે જગવંઘ મહાશકિત છે ! તું તને પિતાને ઓળખ!” અને કોશાનું પરિવર્તન થઈ જાય છે.
ચોમાસુ પૂરું કરીને-વિજય મેળવીને સ્યુલિભદ્ર ગુરુ પાસે આવે છે ગુરુ બેઠા છે. બધા શિષ્યોએ વંદન કર્યું. ગુરુએ કહ્યું: “બહુ સારું !”
પણ, સ્યુલિભદ્ર વંદન કર્યા ત્યારે કહ્યું: “બહુ સારું કર્યું –બહુ સારું કર્યું !” એમ બે વખત બેલ્યા એટલે શિષ્યોને ઈર્ષ્યા થઈ કે અમે વાઘ સિંહની બેડમાં રહ્યા અને આ મહેલમાં રહ્યો, તેને વધુ માન! ગુરુ સમજી ગયા. તેમણે કહ્યું: “ તમારા કરતાં આ વાઘ સિંહની બોડ જોખમી હતી !”
શિષ્ય કહે: “એમાં શું ? અમે પણ જઇને રહી શકીએ છીએ.”
ગુરુની આજ્ઞા લઈને ત્યાં જાય છે. કેશા તેમને બતાવી આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com