________________
“ આ અભયા રાણી મારી માતા સમાન છે. તેમની ભલ વિકારના કારણે થઈ છે!”
ઘણા લોકો કહેશે કે સ્ત્રીમાં જ્યારે માત આરોપ્યું તે છતાં આવું કેમ બન્યું? ઘણા લોકોએ નારીને નાગણ રાક્ષસી-નરકની ખાણ - એમ કહ્યું છે. આપણે ઊંડો વિચાર કરશું તે જણાશે કે જ્યારે સ્ત્રીમાં વાસના આવે છે ત્યારે તે નાગણ બને છે. એટલે જ આચારાંગમાં
જ્યાં જ્યાં એ શબ્દો આવ્યા છે, ત્યાં મેં કહ્યું છે કે : “વાસના છે તે રાક્ષસી છે.” સીને માતા સમાન ગણે એ પ્રભુસ્વરૂપ છે :
થુલીભદ્ર એક જૈન સાધુ છે. એ એવા પવિત્ર સાધુ છે કે ગુરુ સંભૂતિ વિજય કહે છે કે, “તારે જ્યાં ચાતુર્માસ કરવું હોય ત્યાં કર !”
ત્યારે તેઓ કહે છે કે મારે કોશા વેશ્યાને ત્યાં ચોમાસું કરવાની મારી ઈચ્છા છે !”
ગુરુ કહે છે: “સુખ ઉપજે એમ કરો.”
અહીં વિચારવાની વાત એ છે કે તે જૈન સાધુ છે, જેના માટે જૈનધર્મ નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યની વાત કરી છે. એક ઘરમાં પાછળ સ્ત્રી રહેતી હોય તે પણ ત્યાં રહેવાની જૈનધર્મ મના કરે છે. કારણ કે અમુક પ્રકારની કામ ચેષ્ટા થતી હોય તેના અમુક શબ્દ કાને પડશે તે પણ મન વિકારી થશે. અપ્રતિતકારીને ઘરે ભિક્ષા લેવા જવાની પણ ના કહી છે. તેવા જૈનધર્મના એક મહાન સાધુ વેશ્યાના ઘરમાં ચોમાસું રહેવાની છૂટ આપે છે; એ ખૂબ સમજવા જેવી વાત છે.
સ્યુલિભદ્ર જાય છે. પ્રથમ તો કોશા રાજી થાય છે કે મારો જૂને પ્રેમી પાછો આવ્યે ખરે! પણ જ્યારે તે સમજી જાય છે; એટલે પૂછે છે : “આવા સૂકા કેમ થઈ ગયા? રસ કયાં ઊડી ગયો?”
યુલિભદ્ર કહે છે : “હું તને સાચે ધર્મન્સ ચખાડવા આવ્યો છું.” તે શાને બધી વાત કરે છે અને પિતાને રસ્તે વાળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com