________________
(૪) સામાજીક અને રાજકીય જીવનમાં વિકાર સંબંધી સંબંધ wાડવા જોઈએ.
(૫) એવા નિર્વિકારી પુરુષનાં સંગઠને દ્વારા માતજાતિ ઉપર થતા અન્યાય-અત્યાચારને અહિંસક પ્રતિકાર કરવો જોઈએ.
(૬) આર્થિક દૃષ્ટિએ બહેનને સ્વાવલંબી બનાવવી જોઇએ.
(૭) બહેનોને સર્વાગી વિકાસ થઈ શકે તે માટે દરેક પ્રકારની તક આપવી જોઈએ.
(૮) સારા સંસ્કાર વડે તેમનું ઘડતર કરવું જોઈએ.
માતૃત્વની ઉપાસના અને તેની પ્રતિષ્ઠા જે વિશ્વ વાત્સલ્યમાં પાયાનું અંગ છે તેને જેટલો વિચાર કરશું તેટલું વિશ્વ વાત્સલ્ય સહેલું બનશે. આ યુગમાં મુક્તિને દરવાજે મરૂદેવી માતાએ એટલે કે માતજાતિએ પ્રથમ ઉઘાડો છે. પિતાઓએ માતાના વાત્સલ્યને બહાર કાઢયું છે; તેમ માતાઓએ પુરૂષને બચાવી પવિત્ર પણ બનાવ્યો છે. આજે ફરી એ જ માતૃપ્રતિષ્ઠાની જરૂર છે. તે અંગે ઘણું કરવાની જરૂર છે.
ચર્ચા વિચારણું પશ્ચિમની સ્ત્રી પૂજા
શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “વિકૃતિ આવવાને કારણે યુરોપમાં જનારી શાખાએ સ્ત્રીને આદર કર્યો. બાહ્ય રીતે તેઓ ખૂબ સ્ત્રી સન્માન કરે, સ્ત્રી આવે કે જગ્યા આપે–પોતે ઊઠી જાય; પણ એમાં દેહપૂજા રૂપે પૂજા જ મુખ્ય રહી છે. એથી સ્ત્રી ભાગમૂતિ છે એ ભાવનાથી ત્યાં આદર દેખાય છે.
એથેન્સમાં સુંદરમાં સુંદર સ્ત્રીઓનાં નગ્ન પૂતળાં દેખાશે. યુરોપની નારીઓ પણ એમ સમજીને બેઠી છે કે અમારું મૂલ્ય બાહ્ય સૌંદર્યથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com