Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
નથી. તરણું આડું ધરી દે છે. આ પૂબી છે સતી સ્ત્રીની... ભારતીય સંસ્કૃતિનું તે ખમીર આપણે પાછું લાવવાનું છે. રાજુલ રથનેમિ :
કુણુયુગમાં જૈન સંસ્કૃતિનું એક ભવ્ય દાંત આવે છે. રામતી બીજી સાધ્વીઓ સાથે ભગવાન અરિષ્ટનેમિના દર્શનાર્થે ગિરનાર જાય છે. રયનેમિ નામના એક સાધુ (ભગવાન નેમનાથના ભાઈ એક ગુફામાં તપ કરી રહ્યા હોય છે. બહાર આંધી અને વરસાદના કારણે રાજીમતી સાધ્વી બીજા સાધ્વીઓથી છૂટા પડી ગયાં અને કપડાં પણ પલળી ગયાં. ત્યારે તેઓ એ ગુફાને સુરક્ષિત સ્થાન સમજી પિતાના ભીંજાયેલાં વસ્ત્રો કાઢીને સૂકવે છે. ગુફામાં બેઠેલ રથનેમિ આ દશ્ય જુએ છે.
નવયુવતી રામતી સાધ્વીનું લાવણ્ય જોઈ તે વિકારી બને છે. તે બહાર આવે છે અને રાજુલને કહે છે: “નેમિનાથ ભલે ચાલ્યા ગયા ! હું તમારી સાથે આવવા તૈયાર છું.”
રાજુલ વસ્ત્ર લપેટીને બેસી જાય છે. નારીનું પ્રથમ કાર્ય શરીરની રક્ષા કરવાનું છે. પુરુષ ક્યારે આક્રમણ કરશે તે કહી શકાય નહી, એટલે તે જલદી સાવચેત બની જાય છે. કપડાં સરખા કરે છે અને પછી કહે છે: “રથનેમિ વિચારે કે તમે કોણ છો ? કેવો વૈભવ છેડીને આવ્યા છે ? હવે વસેલું ખાવા તૈયાર થયા છે ? આ મારું ૨૫ કે તમારું રૂપ શેનું છે ? ચેતન ચાલી ગયા પછી શું છે? તમે શું ચાલે છે? ચેતન કે આ પાંચ ભૂતનું બનેલું સડતું ગંધાતું પૂતળું !”
રથનેમી રામતી સાધ્વીની પ્રેરણાથી સંયમમાં સ્થિર થઈ જાય છે. માતાઓએ આ રીતે સંસ્કૃતિ સાચવી છે અને પુરાએ જ્યારે એ શકિત ખેાઈ છે ત્યાં તેમને ચેતવીને મદદ કરી છે. વિશાખા માતા:
બુદ્ધ ભગવાનના એક શિષ્ય ઉપાસક સિગાર શેઠ હતા. એમની પુત્રવધુ વિશાખા હતી. જ્યારે કોઈ ગૂંચવાયેલો પ્રશ્ન રાજસભામાં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com