Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
-તેજીને તે ટકોરો બસ! તુલસીદાસ જાગી ગયા. તેમણે પત્નીને કહ્યું: “તું મારી ગુરુ !” એમ કહીને ચાલી નીકળ્યા ! તેઓ કવિ તે હતાજ પણ તેમણે હિંદી ભાષામાં સંસ્કૃતિનો અનન્યગ્રંથ આપે રામાયણ! નારી વડે મળેલ પ્રેરણું કેવું અમર કામ કરી ગઈ ! બિલ્વમંગળ અને ચિંતામણિ
બિલ્વમંગળ નામને બ્રાહ્મણ ચિંતામણિ નામની વેશ્યામાં એટલો બધે આશા થાય છે કે મેઘલી રાત્રે નદીમાં પૂર આવ્યું છે ત્યારે તેને પ્રિયાને મળવાનું મન થાય છે. એટલે એક શબને તરાપ માની બેસી જાય છે. નદી પાર કરે છે. વેશ્યાને ઘરે સીડી નહતી પણ એક સાપ લટકતો હતો. તે એને દેરી સમજીને ઉપર ચડી જાય છે. ચિંતામણિ ભરનિદ્રામાં સૂતી હોય છે. તેને જગાડે છે. ચિંતામણિ કહે: “અરે, તમે ચઢી આવ્યા કઈ રીતે ?”
બિલ્વમંગળ કહે: “બહાર જે રાંઢ લટકતું હતું. તેને પકડીને હું આવ્યો છું.”
ચિંતામણિ ત્યા જઈને જુએ છે તે એક સાપ લટકતો હતો. તેને થયું કે આ શકિતશાળી માણસ મારી આશકિતમાં પડ્યો રહે તે સારું નહીં. એટલે તેણે કહ્યું : “મારા વહાલા સૂર ! તું હવે ઈશ્વરને દાસ થા ! આટલી મમતા પ્રભુમાં લગાડીશ તો બેડે પાર થઈ જશે !”
સૂર ચેતી જાય છે અને પછી હિંદીના ભક્તિ રસના મહાન સંત કવિ સૂરદાસ રૂપે આજે પણ અમર છે. આવી છે હિંદની સ્ત્રી શક્તિ ! સ્ત્રી શક્તિ ઉપરથી જાળાં હટાવો
આજે એ સ્ત્રી શક્તિ ઉપર જાળાં બાઝી ગયાં છે. સોનાને મોહ અને ઘરેણું કપડાંના મોહના કારણે, એમ થવા પામ્યું છે. એ બધાને દૂર કરીને પાછો ઝળઝળાટ લાવવાનો છે. આજે તે ઘણીવાર નારીને પિતે આટલી શકિતશાળી છે, તેનું ભાન હોતું જ નથી.
એ માટે કેટલાંક ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓએ આગળ આવવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com