Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
એવી જ રીતે ઉદેસિંહના પુત્ર જગદેવની પત્ની વીરમતીને પણ એક શાહજાદાના મહેલમાં એક વેશ્યા લઈ ગઈ. ત્યારે બહાદુરીથી તેણે પિતાનાં શીલની રક્ષા કરી અને તેને બળજબરીએ તાબે કરવા જનાર સિપાઈને કટારથી મારી નાખેલો. આમ તેણે વીરતાપૂર્વક શીલ રક્ષા કરી હતી. એવી જ રીતે પદ્મિનીને દાખલો પણ જગજાહેર છે.” રૂઢિ આગળ ન નમીએ!
શ્રી. બળવંતભાઈ: “આજે તો કન્યાને મા-બાપ વેચે છે કાં વરને ખરીદે છે. મારા નાના ભાઈના લગ્ન વખતે પણ ત્રણ-ચાર હજાર રૂપિયા લેવાની નાનીબા, ભાઈઓએ સલાહ આપેલી તે તો મેં ન લીધા પણ નાતના રિવાજો અને જમણવાર કરવા માટે નહીંવત પૈસા લેવા પડેલા.
આજે વિચારું છું કે મારી પ્રતિષ્ઠા કરવા માટે એક વસ્તુ થવી જોઈએ કે કન્યા વિક્રય કે વરવિક્રય સદંતર બંધ થ જોઈએ. માતૃત્વની પૂજા
શ્રી. માટલિયા : ભારતની સંસ્કૃતિ વખણાય છે તેનું કારણ અહીં સૌદર્યને બદલે માતાનું માતૃત્વ પૂજાય છે. આજે પરરાષ્ટ્રની સંસ્કૃતિના કારણે વિકૃતિ ઘણું આવી છે, પણ મટાભાગે એ શહેરોમાં આવી છે તે છતાં હજુ સંસ્કૃતિના આપણું એ તો સચવાઈ રહ્યાં છે, અને પૂજાય છે સગુણોજ.
અનસુયા જેવી સતીઓ આગળ નગ્ન રૂપે ઊભા રહેવા છતાં તેણે બાળકરૂપ જોયું, તેમ નામદેવજીનાં પત્ની વિષે કહેવાય છે કે જેણે સ્તન ઉપર હાથ નાખે તેને કહ્યું: “અરે દીકરા ! તું ખોવાઈ ગયો હતો મને મળી ગયું. મારું દુધ હજુ તારામાં વાત્સલ્ય પૂરવા તલસી રહ્યું છે.”
ખરેખર એ પુરૂષ સંતપત્નીને પુત્ર બન્યો. આ છે ભારતીય સંસ્કૃતિની વિશેષતા. બાકી સારૂં–નરસું તો દરેક દેશમાં હોય છે. જેવાનું એટલું જ કે પૂજા કોની થાય છે?
(તા. ૨૧-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com