Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
કહ્યું કે તમે શરીરના ધણી છે, આત્માનો ધણી તો ગિરધર છે તમારા ધરેણનું શું કરું?
આવી મીરાંને એક વિકારી સાધુ મળ્યા અને તેમણે બેટી માંગણું કરી ત્યારે મીરાંએ કહ્યું: “આ શરીર ઉપર હકક રાણાનો છે. તેની મંજૂરી લઈ આવો. આત્મા તે ગિરધરને સે છે ! તે તે માટે ગિરધરની આજ્ઞા લઈ આવો! ”
કોઈ પણ સ્ત્રી આવી વાણી ક્યારે ઉચ્ચારી શકે, જ્યારે તેનામાં સાચું તત્ત્વ હોય ! પેલો સાધુ પગમાં પડી ગયો. આજથી તું મારી ગુરુ ! હું પાપી છુંમને માફ કરે !”
મીરાંબાઈ કહે: “જોગી ! માફી ભગવાનની માંગે તે પરમકૃપાળુ અને પરમદયાળું છે,” રત્નાવલીએ તુલસીદાસને ઘડયા :
હમણું ગોસ્વામી તુલસીદાસની યંતિ ગઈ. તેમને પણ બંધ આપનારી તેમની પત્ની હતી. સ્ત્રીઓને એમ કહી દીધું કે તમારે બધે ભાર પુરૂષ ઉપર નાખી દો ! તેને પ્રભુ માને ! પણ પુરૂષ સાવધાન ન હોય તે સ્ત્રીએ તેને જગાડવો જોઈએ.
પિતાની પ્રિયતમાને પિહર મોકલ્યા બાદ તેને મળવાના પ્રેમમાં તુલસીદાસજી તેજ દિવસે ઘોર અંધારી રાતે સાસરે પહોંચી ગયા. બીજી કોઈ સ્ત્રી હોય તે રાજી રાજી થઈ જાય ! પણ તે સ્ત્રીએ તરત એમને કહ્યું: “તમે અત્યારે ! અહીં !!”
બીજી સ્ત્રી હોત તો વિચારતો કે મારે ધણું મારા વગર એક મિનીટ પણ રહી શકતું નથી ! પણ આ બાઈ વિચક્ષણ હતી. તેણીએ કહ્યું તમે મારા તરફ લલચાતા નથી પણ મારા શરીર-યૌવન તરફ લલચાવે છે. જે એ જ પ્રેમ પરમાત્મા પ્રત્યે કર્યો હેત તે !”
जैसी प्रीत हराम में वैसी हरमें होय ।
चला जाय बैकुंठमे पल्ला न पकडे काय ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com