Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
- સાધ્વીઓ માટે એક જ પસંદ કરી. તે વખતે એવી માન્યતા હતી કે સ્ત્રીઓ કુંવારી રહી શકે જ નહીં. તેમણે એ માન્યતા બદલાવી કે કુમારિકા રહેવા છતાં આખા વિશ્વ સાથે એ વાય વહેવડાવી શકે છે; અને ચંદનબાળાને પ્રધાન શિષ્યાપદે સ્થાપી તેમણે એ વિધાન ઉપર મહેર મારી. ભગવાન મહાવીરને ત્રણ નિમિત્ત મહાન બનાવે છે – ચંદનબાળા, ચંડકૌશિક અને અનાર્ય જાતિ!
સ્ત્રીઓના અંગે અંગમાંથી વાત્સલ્ય કરે છે. કદિ જુઓ કે મોટી બહેન, નાનાભાઈને રમાડતી હોય, બચીઓ ભરતી હોય ત્યારે તમે તેને ભાવ જજો! પિતાના પતિ ઉપર, પિતા ઉપર, બાળક ઉપર, ભાઈ ઉપર અને બીજે બધે જ વાત્સલ્ય પાથરે છે. તે પત્ની તે અમુક સમયે જ હોય છે, પણ માતસ્વરૂપ તે તેનું સદાકાળ રહે છે. એટલે જ કહ્યું છે: “પરધનને પત્થર માનો પર સ્ત્રીને માતા માને અને ભગવાન ન મળે તે તુલસીદાસ જામીન છે. માતા આગળ વિકાર ન હય:
ભગવાન મહાવીરને સુદર્શન નામને એક ઉપાસક હતા. સામાન્ય રીતે સ્ત્રીઓને જોઈને પુરુષ લોભાય છે, પણ અહીં પુરુષને જોઈ સ્ત્રી મહાય છે. તે નગરની રાણી અભયા સુદર્શન ઉપર મહાય છે. પિતાની દાસી કપિલાને મોકલી તે સુદર્શનને તેડાવે છે.
સુદર્શને આવે છે અને તે રાણીના હાવભાવ જોઈને સમજી જાય છે. એટલે તે કહે છે: “હું ગૃહસ્થાશ્રમી છું! ગૃહસ્થાશ્રમાં જેમ પતિ પ્રત્યે પત્નીને એક ભાવ હોય છે તેમ પત્ની પ્રત્યે પતિને એક જ ભાવ રહેવો જોઈએ. તેમાં વળી તમે તે રાણી છે –રાજ્યમાતા છે. માને બાળક પ્રતિ પ્રેમ હોય-વિકાર ન હોય !”
રાણું ઘણું સમજાવે છે, પણ, તે ડગલે નથી. હું આળ પણ ચઢાવે છે, પણ પછીથી રાજાને સાચી વાતને ખ્યાલ આવી જાય છે. તે સુદર્શન ઉપર પ્રસન્ન થઈને કંઈક માંગવાનું કહે છે. તે કહે છે કે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com