Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
'એ જ એનાયાસે – આયાસની ખૂબી છે. એક બાજુ તત્વ સાચવવાનું છે અને બીજી બાજુ વાત્સલ્ય પણ રાખવાનું છે. અને સંસ્કૃતિને વહેતી રાખવાની છે.
ચર્ચા-વિચારણું .. અનાયાસ - આયાસના કેટલાક અનુભવો:
શ્રી. સવિતાબેન: “છાપામાં વાંચ્યું અને વર્ગમાં આવવાની પ્રબળ ઇચ્છા હતી પણ બાળકોની ચિંતા હતી. ત્યાં તો બાળકોના પ્રબંધ માટે એક સંસ્થા અંગે વાંચ્યું અને ત્યાં મોકલવાને નિર્ણય કર્યો પણ પછી એક કુટુંબીજન તૈયાર થયા અને હું આવી શકી. આમાં આયાસ જરૂર થયો પણ તે અનાયાસે થઈ ગયું !”
શ્રી. માટલિયા: “અમે એક ગરાસદારને અમારા તરફ ખેંચવા ઘણે પ્રયત્ન કર્યો પણ ખેંચાય જ નહીં. અમને લાગ્યું કે અમારી ઉણપ હશે. એની ચિંતા પણ મનમાં રહેતી હતી. હમણું એક ખસબ ઘટના પકડાઈ તેમાં એ બધા સામેલ હતા. એ જાણતાં થયું નિસર્ગે અમને બચાવી લીધા, નહીંતર અમારા ઉપરના વિશ્વાસે ઘણા ઠગાઈ જાત !” શ્રીકૃષ્ણનું કર્મ કર્યું? - પૂ. શ્રી. દંડી સ્વામી : કૃણીનામુ તે વર્મ' એ થકમાં કહેલું કૃષ્ણનું કર્મ કર્યું ગણવું? ખરેખર તે ગીતામાં કૃષ્ણ ત્રણ પ્રકારના આવે છે –(૧) હું જ આ જગતને કર્તા-હર્તા છું. (૨) હું જગતથી નિલેપ છું. (૩) જગતથી અલગ જ છું!” આ પરસ્પર વિરોધી મંતવ્યો નથી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com