Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
કરી : “તમે ભૂજ જાઓ છે, તે મારા કુટુંબને સાથે લઈ જજે ” અને તેમણે ચાલતી પકડી.
મને થયું કે ફોજદાર છતાં કેટલો વિશ્વાસ છે. કે
માનવ છે?
નવલખી મુકામે ધર્મશાળામાં રહ્યા. બહેન ભાઈ-ભાઈ કરે અને બાળકો મામા મામા કરે. છેવટે ભૂજ પહેચ્યા. તેમને ઘરે પહોંચાડ્યાં પણ તેમણે મને ક્યાંયે જવા ન દીધે. ભૂજનું કામ એક દિવસનું હતું. તે મેં પતાવ્યું. પણ, થોડા વખતમાં એ કુટુંબ ચિરપરિચિત બની ગયું. ન જાણે જગતમાં આવા કેટલાયે ગાઢ સંબધે અનાયાસે બંધાય છે; અને પ્રયાસ કરતાં જિંદગી વહી જાય તે જે સંબંધ ન બંધાય તે સંબંધ પળવારમાં બંધાઈ જાય છે. આમ આખું જગત આપણું કહેબ હોય એમ લાગે છે અને તેની પાછળ વ્યક્તપણે ચમત્કાર રૂપે અવ્યકત બળની કોઈ પ્રક્રિયા ચાલતી હોય છે તેમ લાગે છે અને અનાયાસે વિશ્વને પિતાના એક મહાન કુટુંબ માનવાનું મન થઈ આવે છે. એ જ માનવની મહાસંસ્કૃતિ નથી તો બીજું શું છે?
અનાયાસ-આયાસે પરસ્પર પ્રેમ સંપાદન કરવા અંગેના મહાવીર ગૌત્તમ તેમ જ વિવેકાનંદ અને અમેરિકન બાઈનાં પ્રસંગે રજૂ થયા હતા. અને તારણ એ નીકળ્યું હતું કે વાત્સલ્ય વધે છે તેમ તેમ અનાયાસે સ્વ-પર કલ્યાણનાં કામે થોડા વિમય પુરૂષાર્થથી થવા જ માંડે છે.
(તા. ૭-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com