Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
વ્યાપક કામ લઈ પરિવ્રાજક બનવું જોઈએ એમ કહ્યું. પણ ઘડાયેલા કાર્યકરોએ તે નાના ક્ષેત્રમાં બેસી, અને લઈ વિશાળ દ્રષ્ટિ સામે રાખી ઉકેલવાનું કહ્યું. બધા જ ફરફર કરે અને વાત કર્યા કરે તે પ્રએ તે ઘટે જ નહીં !”
આ અંગે ચર્ચા-વિચારણાનું તારણ એ નીકળ્યું કે –
“સંગઠને આધ્યાત્મિકતાને ધ્યાનમાં રાખી ઊભાં કરવાં એ અનાયાસ-આયાસ જ છે. કારણ કે સંગઠને આજે મોટાભાગે એવાં છે કે જે આર્થિક અને રાજકીય લાભ માટે થયાં છે. એટલે વ્યાપક દ્રષ્ટિવાળાં, સર્વાગી રીતે એકમેકનાં અનુસંધાનવાળાં સંગઠને હશે કે ઊભા થશે તે જ આયાસે ઊભાં થયેલાં કૃત્રિમ કે એકાકી સંગઠને સામે થઈને ઘણી જટિલ પ્રશ્નોને સાચે અને કાયમી ઉકેલ આવી શકશે. સ્વાર્થ કે અહંકારનાં વાહનરૂપે સંગઠને ન બનવાં જોઈએ. અને એવાં સંગઠને બને તે એને વિરોધ થવો જોઈએ. એ જ રીતે એ ભૂમિકામાં જોવા જઈએ તે સર્વોદયી સંગઠને જરૂરનાં છે તે જ રીતે રાજ્ય સંગઠનની શુદ્ધિ માટે તેની સાથે અનુસંધાન પણ તે સૌનું કાયમી રહે તે જરૂરી બતાવાયું હતું. .
(૩૧-૭-૬૧)
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com