Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
[ ૪ ]
અનાયાસ—આયાસનું વિવેચન
ગયા વખતે આપણે અન યાસ-આયાસ ઉપર વિચાર કરી ગયા છીએ. ભારતીય સંસ્કૃતિના આ અંગને શબ્દ જરા સમજવા કાણું પડે છે. એટલે એને સરળ અર્થ' અને વધુ વિવેચન જરૂરી છે. પુરૂષાય તે કરવા પણ તે સહજ હોવા જોઈ એ, હવે સહજ પુરૂષાય કોને કહેવા એ સવાલ ઊભા :થશે.
ઘણીવાર સહજ પુરૂષાના નિય કરવા અધશ થઈ જાય છે. ઘણા એમ પણ કહેશે કે સહજ પુરૂષાયની વાત કરી છે તે આ સગઢને ઊભાં શા માટે કરો છે? તેના જવાબ એટલા જ છે કે જ્યાં ખરાબ કામ માટે અનિષ્ટ સંગઠને ઊભાં થયાં હોય ત્યાં ઈષ્ટ – સારાં સંગઠના કરવાં જ પડે. એ વગર વિશ્વાસયનું ધ્યેય સધાતું નથી, બંધ તૂટી પડે, ચારે બાજુ પાણી નીકળવા માંડે અને અપાર નુકશાન થાય તે વખતે બંધને જોડવાના કે સાંધવાના પ્રયાસ કર્યા સિવાય છૂટકૈા જ નથી, તે વખતે એમ કહીને ન બેસી રહેવાય કે “ધાયુ હશે, તે પ્રમાણે કુદરત કરશે. હું તે બેઠો છું!” એ ખરાબર નથી. . આ તે ગાજ્ઞાળકના નિયતિવાદ છે કે “ જગતમાં બનવા જોગ બંને છે. એમાં કાઈ ફેરફાર કરી શકતું નથી.” આમાં પુરૂષાર્થવાદને અવકાશ રાખ્યા જ નથી. આ એકાંત નિયતિવાદને ભગવાન મહાવીરે મિથ્યા કહ્યો હતે. તેઓ એમ કહેતા : “ બનવા કાળ બન્યુ છે એની ખાતરી શી છે? તમે કને જોઈ શકતા નથી,સભવ છે કે તમે જે નવુ કમ' કરા છે! તેથી સારૂ પરિણામ પણ આવે અથવા પહેલાં કરતાં મારું પિરામ પણ આવે. એટલે સંસ્કૃતિની રક્ષા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે સહજ પુરૂષાથ તા કરવા જ પડશે. “ ધાયું. ધણીનું થાશે રે !'' એ વાકય આળસુ લેાકેતુ છે.
.:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*.
www.umaragyanbhandar.com